+

વડોદરા: વાઘોડિયામાં ACB ટ્રેપમાં ઝડપાયા તલાટી કમ મંત્રી, પેઢીનામું કરાવવા ધક્કા ખવડાવીને લીધી હતી લાંચ- Gujarat Post

(લાંચિયા તલાટી કમ મંત્રી કનુ સોલંકીનો ફોટો) વડોદરાઃ એસીબી દ્વારા લાંચિયા બાબુઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે વડોદરાના વાઘોડિયાના દંખેડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી લા

(લાંચિયા તલાટી કમ મંત્રી કનુ સોલંકીનો ફોટો)

વડોદરાઃ એસીબી દ્વારા લાંચિયા બાબુઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે વડોદરાના વાઘોડિયાના દંખેડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા છે. કનુ સોલંકી નામના તલાટી કમ મંત્રીએ સિધીલીટીના વારસદાર ખેડૂત પાસે પેઢીનામું કરાવવા લાંચ માંગી હતી.

તલાટી કમ મંત્રી પેઢીનામું કરાવવા ફરિયાદીને વારંવાર ધક્કા ખવડાવતા હતા અને લાંચ માંગી હતી. ફરીયાદીને કોર્ટમાં કોઈ કેસ અંગે પેઢીનામું બતાવવાની જરૂર ઉભી થઈ હતી, જેનો લાભ ઉઠાવીને તેમણે લાંચ માગી હતી. જેમાં દંખેડા ગ્રામ પંચાયતના ચાંદપુરાના ખેડૂતે ACBમાં ફરિયાદ કરી હતી. બાદમાં 11 હજાર રૂપિયાની લાંચ લેતા તલાટી કમ મંત્રીને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter