પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વૂર રાણાને ભારત લવાયો
નવી દિલ્હીઃ 2008 મુંબઇ હુમલાના વોન્ટેડ આતંકવાદી તહવ્વુર રાણાનને પ્રત્યાર્પણ કરીને આખરે અમેરિકાથી ભારત લવાયો છે, ભારે સુરક્ષા વચ્ચે તેને તિહાડ જેલમાં રખાશે, એનઆઇએ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે. દિલ્હીના પાલમ એરપોર્ટ પર બંદોબસ્ત વચ્ચે તેને લાવવામાં આવ્યો હતો.
છેલ્લા ઘણા વર્ષોથી રાણાને ભારત લાવવા સરકાર પ્રયત્ન કરી રહી હતી અને અંતે તેમાં સફળતા મળી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણ પર કહ્યું કે કોંગ્રેસે આતંકવાદીઓને સજા થાય તે માટે કંઇ જ કર્યું નથી, આ લોકો કસાબને પણ બિરયાની ખવરાવતા હતા અને આજે મોદી સરકારે એક આતંકવાદીને લાવીને કરી બતાવ્યું છે, હવે તેને સજા પણ થશે.
હવે રાણાની પૂછપરછમાં પાકિસ્તાનની પોલ ખુળશે, ભારત સામેના ષડયંત્રોમાં રાણા અને પાકિસ્તાની આતંકીઓના સંપર્કમાં હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/