+

વધુ એક અતુલ સુભાષઃ TCSના મેનેજરે પત્નીના ત્રાસથી ત્રાહિમામ થઈને કરી આત્મહત્યા- Gujarat Post

આગ્રાઃ મહિલાઓને મળતા અધિકારોનો ઘણી વખત દુરુપયોગ થાય છે. જેના કારણે નિર્દોષ પુરુષો ઘણી વખત જીવન ટૂંકાવવા મજબૂર બની જાય છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેને લઈ અતુલ સુભાષ કેસ તાજ

આગ્રાઃ મહિલાઓને મળતા અધિકારોનો ઘણી વખત દુરુપયોગ થાય છે. જેના કારણે નિર્દોષ પુરુષો ઘણી વખત જીવન ટૂંકાવવા મજબૂર બની જાય છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેને લઈ અતુલ સુભાષ કેસ તાજો થયો છે. યુવકે પાપા સોરી, મમ્મી સોરી, અક્કૂ સોરી. હવે હું વિદાય લઈ રહ્યો છું. કાયદાએ પુરુષોનું રક્ષણ કરવું જરૂરી છે. મહેરબાની કરીને પુરુષો અંગે તો વાત કરો. તેઓ ખૂબ એકલા પડી જાય છે આટલું કહીને પત્નીના ત્રાસથી ત્રાહિમામ થઈને આત્મહત્યા કરી હતી. મૃતક ટીસીએસમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. યુવકે ગળામાં ફાંસીનો ફંદો લગાવી લાઇવ વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવક આત્મહત્યા માટે પત્ની જવાબદાર હોવાનું જણાવી રહ્યો છે.  

ગુરુવારે તેના પિતાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટનાએ બેંગલુરમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની યાદ અપાવી હતી. તેણે પણ પત્નીના ત્રાસથી કંટાળીને આવું પગલું ભર્યું હતું. સદર વિસ્તારના ડિફેન્સ કોલોનીમાં રહેતો માનવ શર્મા મુંબઈમાં TCSમાં ભરતી મેનેજર તરીકે કામ કરતો હતો. 24 ફેબ્રુઆરીના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. 26 ફેબ્રુઆરીના રોજ, વાયુસેનામાંથી નિવૃત્ત પિતા નરેન્દ્ર કુમાર શર્મા ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતા.

પોલીસે કેસ નોંધવાના બદલે કહ્યું કે અધિકારી મહાશિવરાત્રી માટે ફરજ પર છે. આ પછી નરેન્દ્ર શર્મા ઘરે પાછા ફર્યા. જે બાદ તેમણે, સીએમ પોર્ટલ પર ફરિયાદ કરી, તેમણે તેમના એકમાત્ર પુત્રની આત્મહત્યા માટે તેમની પુત્રવધૂ અને તેના માતાપિતાને જવાબદાર ગણાવ્યાં છે અને ન્યાયની માંગ કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter