+

સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો

સીરિયાઃ સરકાર વિરુદ્ધ ફરી એક વખત જોરદાર બળવો થયો છે, બળવાખોરોએ હવે રાષ્ટ્રપતિ બશર અલ-અશદને ભગાડ્યાં છે અને રાજધાની દમાસ્કસ પર કબ્જો કરી લીધો છે, હજારોની સંખ્યામાં બળવાખોરો રસ્તાઓ પર ઉતર્યાં છે અને ઉજવ

સીરિયાઃ સરકાર વિરુદ્ધ ફરી એક વખત જોરદાર બળવો થયો છે, બળવાખોરોએ હવે રાષ્ટ્રપતિ બશર અલ-અશદને ભગાડ્યાં છે અને રાજધાની દમાસ્કસ પર કબ્જો કરી લીધો છે, હજારોની સંખ્યામાં બળવાખોરો રસ્તાઓ પર ઉતર્યાં છે અને ઉજવણી કરી રહ્યાં છે.

રોઇટર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ કે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ એક પ્લેનમાં બેસીને ભાગી ગયા છે, હવે બળવાખોરોએ એરપોર્ટ પર પણ કબ્જો કરી લીધો છે. રાષ્ટ્રપતિ ક્યાં ગયા છે તેને લઇને હજુ સુધી કોઇ માહિતી સામે આવી નથી.

બીજી તરફ સીરિયન બળવાખોરોએ સત્તા પોતાના હાથમાં લઇને દમાસ્કસ નજીક સેડનાયા જેલમાં બંધ તમામ કેદીઓને છોડી દીધા છે, છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રપતિ સામે નારાજગી હતી અને હવે ગુસ્સો રસ્તાઓ પર દેખાઇ રહ્યો છે. તો અમેરિકાએ પણ સીરિયાની બધી ગતિવિધીઓ પર નજર રાખવાનું ચાલુ કરી દીધું છે. નોંધનિય છે કે બાંગ્લાદેશમાં પણ શેખ હસીનાને હટાવીને બળવાખોરોએ હાહાકાર મચાવી દીધો હતો હવે સીરિયામાં પણ આવી જ સ્થિતી ઉભી થઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter