આ વીડિયો 10 મહિના જૂનો હોવાનો દાવો
ધોળાજીઃ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં આવતો સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક વખત ચર્ચામાં છે. એક વીડિયો વાયરલ થતાં જ સનાતની સમૂદાયમાં ભારે આક્રોશ ફેલાયો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
વાયરલ થયેલો કથિત વીડિયો ધોરાજીના એક ગુરુકુળના ખજાનચી સ્વામીનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.વીડિયોમાં દેખાતા સ્વામી એક યુવાન સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે. વાયરલ થયેલા આ વીડિયોમાં ફરેણી ગુરુકુળના ખજાનચી હરીચરણ સ્વામી અન્ય એક ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા જોવા મળે છે. વાયરલ વીડિયો સામે આવ્યાં બાદ ઘણા હરિભક્તો એવુ કહી રહ્યાં છે કે, સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુળનું નામ ખરાબ કર્યું છે. તેમની સામે કાર્યવાહી થવી જોઇએ.
વીડિયો વાયરલ થયા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયે તાત્કાલિક પગલાં લીધા છે. સંપ્રદાય દ્વારા વાયરલ વીડિયોમાં દેખાતા ખજાનચી સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/