તોડકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ, શનિવારે જૂનાગઢ કોર્ટમાં કરાશે રજૂ- Gujarat Post

12:58 AM Feb 03, 2024 | gujaratpost

અમદાવાદઃ જૂનાગઢના બહુચર્ચિત તોડકાંડ પ્રકરણમાં સસ્પેન્ડેડ અને ફરાર પીઆઈ તરલ ભટ્ટ અંતે ઝડપાઇ ગયા છે. અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને ગઈકાલે ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અને ઘરના સભ્યોની દોઢ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી અને હવે અમદાવાદના રિંગરોડ પાસેથી આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી લેવાઈ છે. તોડકાંડના આરોપી તરલ ભટ્ટનું  મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. શનિવારે 11 વાગ્યે જૂનાગઢની કોર્ટમાં તેને રજૂ કરાશે. 

ક્રિકેટ સટ્ટાના નામે બેંક ખાતા ફ્રિઝ કરીને તેને અનફ્રિઝ કરવાના બદલામાં મોટી રકમનો તોડ કરવા મામલે જૂનાગઢ એસઓજીના સસ્પેન્ડેડ પીઆઈ એ.એમ. ગોહિલ, સસ્પેન્ડેડ એએસઆઈ દિપક જાની અને માણાવદરના સસ્પેેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટ સામે ગુનો દાખલ થયો હતો. આ ત્રણેયને સસ્પેન્ડ કરાયા હતા. હાલ આ મામલે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એસઓજીના પીઆઈ તથા એએસઆઈએ તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો આપી હતી. આથી આ તોડકાંડનો મુખ્ય સુત્રધાર તરલ ભટ્ટ હોવાનું સામે આવ્યું છે. હવે તેમની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.

આ ગેંગે કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કર્યા છે. આ કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરાયા બાદ જુનાગઢમાં એસઓજીની ઓફિસ, માણાવદરમાં આવેલી તરલ ભટ્ટની ઓફિસ અને જુનાગઢમાં આવેલા નિવાસ સ્થાન તેમજ અમદાવાદના સોલા સ્થિત મકાન પર તપાસ કરવામાં આવી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post