(પ્રતિકાત્મક ફોટો)
સુરતઃ આજકાલ યુવાનોમાં રિલ્સ બનાવવાની ઘેલછા જોવા મળી રહી છે. રિલ્સ માટે તેઓ રિસ્ક લેતા પણ અચકાતા નથી.જો કે ઘણી વખત રિલ્સ બનાવતી વખતે મોત પણ થતું હોય છે. આવો જ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના લિંબાયતમાં રહેતી યુવતી મુંબઈ-અમદાવાદ જતી ટ્રેનમાં દરવાજા ઉપર ઊભી રહીને સ્ટંટ કરતી હતી, તે સમયે ઉધનાની કોયલી ખાડીમાં પડતા મોતને ભેટી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતમાં રહેતી 26 વર્ષની પુજા યાદવ તેના પરિચિત યુવાન સાથે મુંબઇથી અમદાવાદ જતી ટ્રેનના ડબ્બામાં દરવાજા પાસે ઉભી રહીને સુરત આવવા નીકળી હતી. તે સમયે પરિચિત યુવાન ટ્રેનમાં લઘુશંકા કરવા ગયો હતો. દરમિયાન ચાલુ ટ્રેનમાંથી પુજા અચાનક ઉધનાની કોયલી ખાડીમાં પડી હતી. આ અંગે કોઇ મુસાફરે પુજાના પરિચિત યુવાનને જાણ કરી કે, તમારી સાથેની મહિલા ટ્રેનમાં દરવાજા ઉપર ઊભી રહીને સ્ટંટ કરવામાં મશગુલ હતી તે સમયે અચાનક ડબ્બામાંથી નીચે પડી ગઇ છે.
તે મુસાફરની વાત યુવાને સાચી માની ન હતી અને આજુબાજુના બે-ત્રણ ડબ્બામાં પુજાને શોધવા ગયો હતો. પણ તે નહી દેખાતા યુવાને પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઉધના વિસ્તારના ખાડી કિનારાની ઝાંડી-ઝાંખરી શોધખોળ કરતા ભાળ મળી ન હતી. બાદમાં ઉધનાની કોયલી ખાડીમાંથી તેનો મૃતદેહ ફાયર વિભાગે કાઢીને પોલીસને સોંપ્યો હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો