+

સુરત: શું જમીનમાં કરેલું રોકાણ બન્યું ભાજપના નેતા દિપીકાના મોતનું કારણ ? Gujarat Post

ભાજપના બે કોર્પોરેટરોએ રાતોરાત કરોડો રૂપિયા કમાઈ લેવા નદી કિનારે આવેલી જમીનમાં રોકાણ કરવા દિપીકાને હાથો બનાવી હોવાની ચર્ચા નદી કિનારે આવેલી જમીન ઉપર મંદિર બનાવવા એક ભગવાધારીએ જમીન ખરીદવા તૈયારી બતા

ભાજપના બે કોર્પોરેટરોએ રાતોરાત કરોડો રૂપિયા કમાઈ લેવા નદી કિનારે આવેલી જમીનમાં રોકાણ કરવા દિપીકાને હાથો બનાવી હોવાની ચર્ચા

નદી કિનારે આવેલી જમીન ઉપર મંદિર બનાવવા એક ભગવાધારીએ જમીન ખરીદવા તૈયારી બતાવી હોવાની ચર્ચા

Surat News: સુરતના સચીન વોર્ડ નં. 30ના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દિપીકા પટેલે અઠવાડિયા પહેલા ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમણે કયા કારણોસર આવું પગલું ભર્યું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે પોલીસે ઉંડી તપાસ હાથ ધરી છે.

સુરતના રાજકીય વર્તુળોમાં થઈ રહેલી ચર્ચાઓ પ્રમાણે, નદી કિનારે આવેલી જમીનમાં ભાજપના બે કોર્પોરેટરોએ દિપીકાને વિશ્વાસમાં લઈ કરાવેલું કરોડોનું રોકાણ ડૂબી જતાં છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી હતી. કોર્પોરેટરોએ રોકાણના નામે ભગવાધારીઓને આપેલી તગડી રકમ પરત આવી શકે તેમ નહીં હોવાનું જાણીને દિપીકા હતાશ રહેતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

દિપીકા પટેલે એકાએક ભરેલા આ પગલાં પાછળ કોર્પોરેટર ચિરાગ પટેલ જવાબદાર હોવાનું કેટલાક લોકો કહી રહ્યાં છે. ચિરાગ સાથે કોઈને કોઈક કારણોસર અણબનાવ ચાલી રહ્યો હોવાનો સૂર ઊઠ્યો છે. જેને પગલે હતાશ થઈ દિપીકાએ ફાંસો ખાઈ લીધો હોવાની ચર્ચા છે, જો કે પોલીસ આ તમામ મામલે તપાસમાં લાગી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter