સુરતના ગુલ્લીબાજ શિક્ષકને કરાયો સસ્પેન્ડ
Latest Surat News: ગુજરાતના શિક્ષણ વિભાગમાં પોલંપાલનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. દુબઈમાં વેપાર કરનાર શખ્સ સુરતની સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી શાળાનો આચાર્ય સંજય પટેલ પગાર તો સરકારનો લે છે પણ ધંધો દુબઈમાં કરે છે. તેને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષક તરીકેનો પગાર ચૂકવી રહી છે. તેણે 33 વખત દુબઈનો પ્રવાસ કર્યાનો ખુલાસો થયો છે.
આચાર્ય સરકારી શાળાનું કામ છોડીને દુબઈમાં વ્યાપાર કરે છે તેની પોતાની યારાના શિવાલિક ટ્રાવેલ્સ એન્ડ ટુર નામની રજીસ્ટર્ડ કંપની પણ છે અને કંપનીની પોતાની દુબઈની આઈડી પણ છે. તેણે વેપાર ધંધા માટે 16 જુલાઈ, 2023થી લઈને 22 જૂન, 2024 દરમિયાન 33 વખત UAEમાં પ્રવાસ કર્યો છે. અકસ્માતનું બહાનું કાઢીને સંજય પટેલે 22 નવેમ્બરથી એક મહિના સુધી શાળામાં મેડિકલ લીવ મૂકી હતી.
નિયમ પ્રમાણે કોઈપણ સરકારી શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને NOC લઈ જાણ કરવાની હોય છે. આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈ તેને રૂબરૂ ખુલાસા માટે તેને નોટિસ આપી છે. નોંધનિય છે કે ગુજરાતમાં અનેક શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશમાં વસતા હોવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/