+

નોકરીનું કૌભાંડ અને રૂ.14 લાખના દાગીનાની છેતરપિંડી...સુરત પોલીસે નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટરની કરી ધરપકડ

સુરતઃ પોલીસે હેતલ પટેલ નામની મહિલાની ધરપકડ કરી છે. નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને હેતલે સુરત મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે રૂ. 1.40 લાખની છેતરપિંડી કરી હતી. તે

સુરતઃ પોલીસે હેતલ પટેલ નામની મહિલાની ધરપકડ કરી છે. નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને હેતલે સુરત મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે રૂ. 1.40 લાખની છેતરપિંડી કરી હતી. તેને નકલી કોલ લેટર અને નકલી ટ્રેનિંગ લેટર પણ આપવામાં આવ્યો હતો. આરોપી મહિલા અને તેના સાથી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

સુરત પોલીસે જણાવ્યું કે બે દિવસ પહેલા હેતલ પટેલ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચામુંડા જ્વેલર્સના માલિક પાસે ગઈ હતી. તેણે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી. જ્વેલર્સને છેતરવા નકલી ડેપ્યુટી કલેક્ટર હેતલ પટેલે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

રૂ. 14 લાખના દાગીનાની છેતરપિંડી

આ રિપોર્ટને આધારે જ્વેલર્સના માલિક નકલી ડેપ્યુટી કલેક્ટરને 14 લાખ રૂપિયાના દાગીના આપ્યાં હતા. બનાવટી ડેપ્યુટી કલેક્ટરે જ્વેલર્સના માલિકને આપેલા ચેક રિર્ટન થયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ પછી તેમને પોલીસનો સંપર્ક કર્યો હતો અને છેતરપિંડીનો ભોગ બનેલા જ્વેલર્સના માલિકે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

નોકરી અપાવવાના બહાને રૂ.1 લાખ 49 હજારની છેતરપિંડી

આ પછી પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. સુરત પોલીસની તપાસ દરમિયાન નકલી ડેપ્યુટી કલેકટરે જવેલર્સ માલિક સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. તે પહેલા પણ અનેક લોકો છેતરપિંડીનો શિકાર બની ચૂક્યાં છે. તેની સામે સુરત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં છેતરપિંડીના કેસ પણ નોંધાયેલા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મહિલાએ સુરત મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નોકરી અપાવવા માટે એક વ્યક્તિ પાસેથી 1 લાખ 49 હજાર રૂપિયા લીધા હતા.

18 લોકોને નોકરી અપાવીશું કહીને છેતરાર્યા

પીડિતને વિશ્વાસ અપાવવા માટે સફાઈ કામદારોની ભરતી માટેના નકલી કોલ લેટર અને ટ્રેનિંગ લેટર પણ તૈયાર કર્યાં હતા. તેમને ગાંધીનગરમાં તેમના પોસ્ટિંગ વિશે માહિતી આપી અને કહ્યું કે ત્રણ-ચાર મહિનામાં તેમને નોકરી માટે બોલાવવામાં આવશે. પરંતુ બાદમાં તેમને બોલાવવામાં આવ્યાં ન હતા. સુરત મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગમાં નોકરી અપાવવા માટે આરોપીઓએ 18 જેટલા લોકોને છેતર્યા હતા. પોલીસ અન્ય લોકોનો પણ સંપર્ક કરી રહી છે, જેથી નકલી ડેપ્યુટી કલેક્ટર તરીકે લોકોને છેતરનાર હેતલ પટેલ અને તેના પાર્ટનરને કડક સજા થઈ શકે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter