પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું ભયંકર યુદ્ધ હવે અટકશે તેવું લાગી રહ્યું છે. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ આખરે યુદ્ધવિરામ કરાર પર પહોંચી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને આ કરારની જાહેરાત કરી છે. બાઇડેને આ શાંતિ કરારને પૂર્ણ કરવામાં મદદ કરવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નૈતન્યાહુએ કહ્યું છે કે તેઓ હિઝબુલ્લા સાથે યુદ્ધવિરામનો પ્રસ્તાવ મંજૂરી માટે તેમના કેબિનેટને મોકલશે.
જો બાઇડેને જાહેરાત કરી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને X પર ટ્વિટ કરીને કહ્યું કે આજે મારી પાસે મધ્ય પૂર્વ સંબંધિત સારા સમાચાર છે. મેં લેબનોન અને ઈઝરાયેલના વડાપ્રધાનો સાથે વાત કરી છે. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે બંને દેશોએ ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેના વિનાશક યુદ્ધને સમાપ્ત કરવાના યુનાઇટેડ સ્ટેટ્સના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
નૈતન્યાહુએ શું કહ્યું ?
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નૈતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વાત કરી છે અને યુદ્ધવિરામ સમજૂતી હાંસલ કરવામાં અમેરિકાની ભાગીદારી બદલ તેમનો આભાર માન્યો છે. નૈતન્યાહુએ કહ્યું છે કે યુદ્ધવિરામનો સમયગાળો લેબનોનમાં શું થાય છે તેના પર નિર્ભર છે. અમે કરારનો અમલ કરીશું અને કોઈપણ ઉલ્લંઘનનો સખત જવાબ આપીશું. અમે જીત સુધી એકજૂટ રહીશું.
કરારની શરતો શું છે ?
આ કરાર હેઠળ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ બંધ થઈ જશે. આ સોદો દુશ્મનાવટના કાયમી સમાપ્તિ તરફ દોરી જવા માટે રચાયેલ છે. હિઝબુલ્લાહ અને અન્ય આતંકવાદી સંગઠનોને ઈઝરાયેલની સુરક્ષા માટે જોખમ ઊભું કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આગામી 60 દિવસોમાં લેબનીઝ સૈન્ય અને રાજ્ય સુરક્ષા દળો તૈનાત કરશે અને ફરી એકવાર તેમના પ્રદેશ પર નિયંત્રણ મેળવશે. હિઝબુલ્લાહને લેબનોનમાં તેના આતંકવાદી માળખાને ફરીથી બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.જો હિઝબુલ્લાહ અથવા અન્ય કોઈ આ કરારનો ભંગ કરે છે અને ઈઝરાયેલ માટે સીધો ખતરો ઉભો કરે છે, તો ઈઝરાયેલ સ્વ-બચાવનો અધિકાર જાળવી રાખશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/