+

રાજકોટ: ક્રિકેટરના સંબંધી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો, મંગેતરે લગાવ્યો આરોપ

(પ્રતિકત્મક ફોટો) રાજકોટઃ પોલીસે એક ક્રિકેટરના સંબંધી સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આ ફરિયાદ આરોપીની પૂર્વ મંગેતરે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે પૂર્વ મંગેતરની ફરિયાદ પર IPCની ક

(પ્રતિકત્મક ફોટો)

રાજકોટઃ પોલીસે એક ક્રિકેટરના સંબંધી સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આ ફરિયાદ આરોપીની પૂર્વ મંગેતરે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે પૂર્વ મંગેતરની ફરિયાદ પર IPCની કલમ 376 (2) (n) 506 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે પીડિતાના પરિવારની પૂછપરછ કરવામાં આવશે

રાજકોટ પોલીસે ક્રિકેટરના સંબંધી જીત પાબરી સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આ ફરિયાદ તેની 29 વર્ષીય પૂર્વ મંગેતરે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં કરી છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે જીત પાબરીએ તેની સાથે છેતરપિંડી કરી છે અને ન્યાયની માંગ કરી છે. પોલીસ હવે પુરાવા અને આરોપોની ખરાઈ કર્યા બાદ કેસની તપાસ કરી રહી છે.

પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સગાઈ બાદ જીત પાબરીએ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં સગાઈ તોડી નાખી હતી. ઉપરાંત પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો, જેના પછી પીડિતા સોમવારે મીડિયા સમક્ષ આવી હતી. ત્યાર બાદ પોલીસે મીડિયાને નિવેદન આપ્યાંના 24 કલાકની અંદર ફરિયાદ નોંધી હતી.

ડીસીપીએ આ મામલે કહી આ વાત

ડીસીપી કહ્યું કે અમે પીડિતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધી છે. પરંતુ નક્કર પુરાવાના અભાવે સીધી ધરપકડ કરી શકાતી નથી. આ વાત 2 વર્ષ જૂની છે, જ્યારે બંનેની સગાઈ થઈ હતી. FIR બાદ અમે તપાસ કરી રહ્યાં છીએ અને દરેકના નિવેદન લેવામાં આવશે. પીડિતાના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવશે

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter