(PI સંદિપ પાદરીયાની તસવીર)
ખોડલધામ અને સરદારધામ વિવાદ
નરેશ પટેલની સામે થનારાને જાનથી મારી નાખવાની આપી ધમકી
પીઆઇ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો
Rajkot News: રાજકોટના કોઠારીયા રોડ પર પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ સરધારા પર સોમવારે રાત્રે અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી.
જયંતિભાઈએ જણાવ્યું કે, તે સરદારધામ સંસ્થાના ઉપપ્રમુખ બન્યાં છે. સોમવારે તેઓ તેના પરિચિતના પુત્રના લગ્ન હોવાથી શહેરની ભાગોળે કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં ગયા હતા. જ્યાં દાંડીયા રાસનો કાર્યક્રમ હતો, ત્યારે હાજર જુનાગઢના પીઆઈ સંદિપ પાદરીયા તેમને એક તરફ લઈ ગયા હતા. જ્યાં તેને તમે સમાજના ગદાર છો. સરદારધામના ઉપપ્રમુખનો ચાર્જ શું કામ લીધો છે ? ખોડલધામ અને સરદારધામને વેરઝેર છે. નરેશ પટેલની સામે થઈશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
તેઓ પ્રસંગમાંથી બહાર નીકળ્યા ત્યારે જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવીને હુમલો કેર્યો હતો, તેઓને ગંભીર ઈજા પહોંચાડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનાને લઇને હોસ્પિટલમાં પાટીદાર અગ્રણીઓ સહિત લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/