સુરતમાં ACB ટ્રેપ, રૂ.25000 ની લાંચના કેસમાં આ બે વ્યક્તિ ઝડપાયા

10:33 PM Jan 22, 2026 | gujaratpost

આરોપીઃ લોકરક્ષક ધીરુ નકાભાઇ ઠાકરીયા, એ.એચ.ટી.યુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર અને રોનક મણીલાલ ત્રિવેદી (પ્રજાજન) ને ઝડપી લેવાયા 

મસાજ પાર્લરના ધંધામાં હેરાન ન કરવા લીધી હતી લાંચ 

સુરતઃ ફરીયાદીને મસાજ પાર્લરનો ધંધો ચાલુ કરવા અને કોઇ હેરાનગતિ ન કરવા તેમજ કોઇ કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે લાંચ લેવાઇ હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં સંપર્ક કરીને ફરિયાદ આપી હતી, જેને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતુ, જેમાં ખાનગી શખ્સ લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.

ટ્રેપીંગ અધિકારી: એ.એન.પ્રજાપતિ ઇ.પો.ઇન્સ. વડોદરા ફીલ્ડ વડોદરા તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓ

સુપરવીઝન અધિકારી: બી.એમ.પટેલ મદદનીશ નિયામકશ્રી વડોદરા એકમ વડોદરા 

ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઇ, આઇ.પી.એસ, નાયબ નિયામક, વડોદરા રેંજ