સુરતઃ એસીબીએ એક મોટા લાંચકાંડનો પર્દાફાશ કર્યો છે, આરોપી સાગર સંજયભાઇ પ્રધાન, એ.એસ.આઇ, ઇકોસેલ, સુરત શહેર
અને તેનો ભાઇ ઉત્સવ સંજયભાઇ પ્રધાન(પ્રજાજન) લાંચના છટકામાં આવી ગયા છે.
એસીબીએ 5 લાખ રૂપિયાની લાંચની રકમ જપ્ત કરી છે. મુંબઈ તડકા ફાસ્ટફૂડ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે, અલ્કાપુરી સર્કલ બ્રીજ નીચે, કતારગામમાં આ ટ્રેપ કરવામાં આવી હતી.
ફરિયાદીના ભાગીદાર ઉપર મુંબઇમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો, જેને લઇને આરોપી એએસઆઇએ ફરિયાદી અને તેમના ભાગીદારને પકડી લાવ્યાં હતા.ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ, ડિવીઆર, કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ જપ્ત કર્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ફરિયાદીને છોડવા તથા ફરિયાદીની ઓફિસમાંથી લઇ આવેલી વસ્તુઓ છોડવા અને કેસમાં મદદ કરવા 15 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. અંતે 5 લાખ રૂપિયા લેવાના નક્કિ કરાયા હતા, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ આપી હતી અને આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં પોલીસકર્મીનો ભાઇ લાંચ લેતા ઝડપાઇ ગયો હતો અને પોલીસકર્મી ફરાર થઇ ગયો હતો.
ટ્રેપીંગ અધિકારીઃ બી.ડી.રાઠવા, પો.ઇન્સ., નવસારી એ.સી.બી. પો.સ્ટેશન
સુપરવિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો