+

નેતાઓ હેલિકોપ્ટરમાં ફરે છે અને અમારી સુરક્ષાનું શુંઃ મૃતકના પત્નિ કાજલબેને પાટીલ સામે ઠાલવ્યો રોષ

સુરતઃ પહેલગામ આંતકી હુમલમાં સુરતના શૈલેષભાઈ કળથિયા સહિત ભાવનગરના પિતા-પુત્રના મોત થયા હતા. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમિયાન મૃતક શૈલેષભાઈના પત્ની શીતલબેને કેન્દ્રિય મંત્રી

સુરતઃ પહેલગામ આંતકી હુમલમાં સુરતના શૈલેષભાઈ કળથિયા સહિત ભાવનગરના પિતા-પુત્રના મોત થયા હતા. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમિયાન મૃતક શૈલેષભાઈના પત્ની શીતલબેને કેન્દ્રિય મંત્રી સી આર પાટીલ સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે, 'કાશ્મીરમાં કાંઈ વાંધો નથી, પરંતુ સરકાર-સિક્યોરિટી શું કરતી હતી.'

શૈલેષ કળથીયાની અંતિમયાત્રા નીકળે એ પહેલાં તેમની પત્નીએ વ્યથા ઠાલવતાં કહ્યું કે આતંકીઓ હુમલો કરવા આવ્યાં ત્યારે મુસ્લિમોને કંઇ ન કર્યુ અને જેટલા હિન્દુ હતા એમને અલગ ઊભા કરીને બધાને ગોળી મારી દીધી. જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભા રહીને હસતા હતા.  કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીર સામે અમને કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટી એજન્સીઓ સામે છે. એવી જગ્યા કે જ્યાં આટલા ટુરિસ્ટ હતા તેમ છતાં પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ ન હતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખી ફરવા ગયા હતા અને હવે એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. જો હવે આપણા દેશની જ આર્મી આવું બોલશે તો પછી જવાબદારી કોણ લેશે? રડતા-રડતા પરિવારજનોએ કહ્યું કે, તમે એક મારશો તો અમે 1000 મારીશું...આંતકવાદીઓ તમને નિર્દોષને મારીને શું મળ્યું ?

નેતાઓ હેલિકોપ્ટરમાં ફરે છે અને અમારી સુરક્ષાનું શુંઃ મૃતકના પત્નિ કાજલબેનનો રોષ 

આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા શૈલેષભાઈ કળથીયાનો પાર્થિવ દેહ બુધવારે સુરત લાવવામાં આવ્યો હતો અને સુરત સ્મીમેર હોસ્પિટલમાં તેમના દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. અંતિમ વિધિ માટે શૈલેશભાઈના પાર્થિવ દેહને નિવાસ્થાને લાવતાની સાથે જ પરિજનોના ભારે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ. આજે સવારે શૈલેષભાઈના ઘરેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય વીનુ મોરડીયા, ધારાસભ્ય કુમાર કાનાની સહિતના આગેવાનો તેમની અંતિમ ક્રિયામાં સામેલ થયા હતા.

 

Trending :
facebook twitter