સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ, દિનેશ કાછડીયાએ આપને કર્યાં રામ રામ

10:59 AM Jul 12, 2024 | gujaratpost

સુરતઃ ગુજરાતમાં કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીમાં ભંગાણ ચાલુ છે. સુરત ઉત્તર વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દિનેશ કાછડિયાએ આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે. આપમાં તેમની ઉપયોગીતા ન હોવાની વાત કરીને તેમણે રાજીનામું ધરી દીધું હતું.

આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને રાજીનામું આપતા દિનેશ કાછડિયાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી-ગુજરાત રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમજ છેલ્લા એક વર્ષનાં મારા આ પાર્ટી સાથેનાં અનુભવોને જોતા આમ આદમી પાર્ટીને મારી કોઈ જરૂરિયાત લાગતી નથી. જેથી હું હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામું આપું છું. રાજીનામું આપ્યાં બાદ કાછડિયાએ કહ્યું કે, મેં આપમાંથી રાજીનામું આપી દીધું છે અને હાલ અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો મારો વિચાર નથી.

ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો જીતી હતી. થોડા સમય પહેલા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને આ સીટ પર લોકસભાની સાથે પેટા ચૂંટણી યોજાઈ હતી. સુરતમાંથી પણ ઘણા આપના નેતાઓ ભાજપમાં જતા રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526