વોશિંગ્ટન ડીસીઃ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ફસાયેલા નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લઈને સ્પેસએક્સ કેપ્સ્યુલ પૃથ્વી માટે રવાના થઈ ગયું છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બુધવારે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે પૃથ્વી પર પાછા ફરશે.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચમી જૂને બોઈંગના સ્ટારલાઇનર અંતરીક્ષ યાનમાં સવાર થઈને રવાના થયા હતા. આ મિશન 10 દિવસનું હતું. જો કે સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંને અંતરીક્ષયાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. જે બાદ સુનિતા વિલિયમ્સે 9 મહિના ત્યાં જ વિતાવ્યાં હતા. હવે સુનિતા અને બુચ અન્ય બે અંતરીક્ષયાત્રીઓ સાથે સ્પેસએક્સના યાનમાં બેસીને પૃથ્વી પર પરત આવી રહ્યાં છે.
સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ઈલોન મસ્કની સ્પેસ એક્સે મિશન શરૂ કર્યું હતું. સુનિતા વિલિયમ્સ અને બુચની જગ્યાએ નાસાએ અન્ય ચાર અંતરીક્ષયાત્રીઓને સ્પેસ સ્ટેશન પહોંચાડ્યા છે. ડ્રેગન નામક અંતરીક્ષયાનને પૃથ્વી પર પરત આવવામાં આશરે 17 કલાકનો સમય લાગશે. ભારતીય સમય અનુસાર 19 માર્ચે વહેલી સવારે 3:27 વાગ્યે ફ્લોરિડા નજીક પેરાશૂટની મદદથી યાન દરિયામાં ઉતરશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++