+

વકફ બિલના વિરોધમાં દક્ષિણ ગુજરાતમાં ભાજપના આ નેતાએ આપ્યું રાજીનામું - Gujarat Post

સુરતઃ વક્ફ સંશોધન બિલ લોકસભા- રાજ્યસભામાંં પાસ થઈ ગયા બાદ હવે તેના પર નિવેદનબાજી શરૂ થઈ છે. વિપક્ષ સહિત ઘણા મુસ્લિમ નેતાઓ તેનો વિરોધ કરી રહ્યાં છે. આ બિલના વિરોધમાં ગુજરાતમાં ભાજપના નેતાએ રાજીનામું આપ

સુરતઃ વક્ફ સંશોધન બિલ લોકસભા- રાજ્યસભામાંં પાસ થઈ ગયા બાદ હવે તેના પર નિવેદનબાજી શરૂ થઈ છે. વિપક્ષ સહિત ઘણા મુસ્લિમ નેતાઓ તેનો વિરોધ કરી રહ્યાં છે. આ બિલના વિરોધમાં ગુજરાતમાં ભાજપના નેતાએ રાજીનામું આપ્યું હતું. બારડોલી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપના પ્રવક્તા કાલુ કરીમ શેખે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું, કાલુ કરીમ શેખે વકફ સુધારા બિલને ધર્મ અને સમાજ વિરોધી ગણાવ્યું હતુ. આ બિલ ભાજપે સાથી પક્ષોની બહુમતી સાથે પસાર કર્યો હતો. બિલ પસાર થયા બાદ પાર્ટીમાં રહેલા લઘુમતી આગેવાનોની નારાજગી સપાટી પર આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે કાલુ કરીમ શેખ પહેલા કોંગ્રેસમાં હતા, ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા. તેમણે વકફ સુધારા બિલ અને સમાન સિવિલ કોડનો વિરોધ કર્યો છે. તેમની સાથે બારડોલી નગરના વોર્ડ નંબર 6ના અન્ય પાંચ જેટલા બુથ પ્રમુખોએ પાર્ટીના નગર અને જિલ્લા સંગઠન આગેવાનોને રાજીનામા મોકલી આપ્યાં છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter