પોલીસ તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થિનીઓ, તેના ક્લાસ ટીચરની પૂછપરછ કરશે
મૃતકના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે તપાસ કરવામાં આવશે
અમદાવાદઃ નવરંગપુરામાં આવેલી સોમ-લલિત સ્કૂલમાં ગુરૂવારે ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ચોથા માળેછી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદકો માર્યો તે સમયના CCTV સામે આવ્યાં છે. જેમાં તે હાથમાં કિચેઇન ફેરવતા ફેરવતા લોબીમાં આવી હતી અને છલાંગ લગાવી લીધી હતી. વિદ્યાર્થિની 15 દિવસ પહેલા મહિનાની રજા બાદ ફરી સ્કૂલે આવી હતી.
છલાંગ લગાવતા પહેલા ક્લાસરૂમમાં બહાર પિલર પર માથું પછાડી ચીસો પણ પાડી હતી. બપોરે 12:27 વાગ્યે સ્કૂલના ચોથા માળની બાલકનીની રેલિંગ કૂદી હતી. વિદ્યાર્થિનીને બચાવવા તેની ફ્રેન્ડે પ્રયાસ કર્યો હતો, પણ સફળ રહી ન હતી. આપઘાત પાછળનું કારણ પોલીસ હાલમાં શોધી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++