+

Fact Check: NTAની વેબસાઇટ પર NEET ના પરીક્ષાર્થીઓનો ડેટા હેક થયો હોવાનો દાવો, જાણો વાયરલ પોસ્ટની હકીકત

Gujarat Post Fact Check News: ઇન્ટરનેટ પર દરરોજ અનેક પ્રકારના ફેક ન્યૂઝ (fake news) વાયરલ (viral) થાય છે. સોશિયલ મીડિયા (social media) પર આ સમાચારોની સંખ્યા સતત વધી રહી છે. સ્કેમર્સ (wscamers) લોકોને

Gujarat Post Fact Check News: ઇન્ટરનેટ પર દરરોજ અનેક પ્રકારના ફેક ન્યૂઝ (fake news) વાયરલ (viral) થાય છે. સોશિયલ મીડિયા (social media) પર આ સમાચારોની સંખ્યા સતત વધી રહી છે. સ્કેમર્સ (wscamers) લોકોને સરકારી યોજનાઓ અથવા જાહેરાતો સંબંધિત બનાવટી યોજનાઓની લાલચ આપીને તેમની છેતરપિંડીનો શિકાર બનાવે છે. આજકાલ આવા જ એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વેબસાઈટ સાથે સંબંધિત એક મીડિયા ચેનલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવો NEET પરીક્ષાના ઉમેદવારો સાથે સંબંધિત છે.

એક ખાનગી ચેનલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે NTAની વેબસાઈટ હેક થઈ ગઈ છે. આ વેબસાઇટ પર એવો દાવો કરવામાં આવ્યો છે કે ડાર્ક વેબ પર ઘણા વિદ્યાર્થીઓનો ડેટા વેચવામાં આવી રહ્યો છે.

અમારી ફેક્ટ ટીમે NEET પરીક્ષા સંબંધિત વાયરલ દાવાની તપાસ કરી તો તે સમાચાર નકલી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત પીઆઈબીએ ટ્વિટર પર તેના સત્તાવાર એકાઉન્ટ દ્વારા પણ આ માહિતી આપી હતી. આ પોસ્ટમાં સરકારી એજન્સીએ લખ્યું, "એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે @NTA_Examsની વેબસાઈટ 18 જૂન સુધી હેક કરવામાં આવી હતી. તેનો ડેટા ડાર્ક વેબ પર વેચવામાં આવ્યો હતો." આ પછી સામે આવ્યું કે સમાચારમાં NTA સંબંધિત દાવો નકલી છે. વેબસાઈટ હેક થયાના સમાચાર પાયાવિહોણા છે. NTA વેબસાઇટ અને તેનાથી સંબંધિત અન્ય વેબ પોર્ટલ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

 

facebook twitter