+

રાજ્યમાં 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ, સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ- Gujarat Post

(Image Source: @IMDAHMEDABAD) અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું (Gujarat Monsoon 2024) જામી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં (Rain fall in 114 talukas in last 24 hours) વરસાદ

(Image Source: @IMDAHMEDABAD)

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું (Gujarat Monsoon 2024) જામી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં (Rain fall in 114 talukas in last 24 hours) વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોશીનામાં ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના (Sabarkantha) પોશીનામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના દાંતિવાડામાં પોણા બે ઈંચ, ઉમરગામમાં પોણા બે ઈંચ, ભૂજમાં પોણા બે ઈંચ, નખત્રાણામાં દોઢ ઈંચ, ભાવનગરના મહુવામાં દોઢ ઈંચ, ગઢડામાં દોઢ ઈંચ, ભાવનગર તાલુકામાં સવા ઈંચ, રાજકોટના જેતપુરમાં સવા ઈંચ, કચ્છના માંડવીમાં સવા ઈંચ, વાપીમાં સવા ઈંચ, વલ્લભીપુરમાં એક ઈંચ, ઘોઘામાં એક ઈંચ, માણાવદરમાં એક ઈંચ, અમીરગઢમાં એક ઈંચ, સાંતલપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે ડીસા, ધ્રોલ, શિહોર, ખંભાળીયા,નિઝર, મેંદરડા, બોટાદ, લાઠી, અબડાસા, કોટડાસાંગાણી,ખાનપુર, કાંકરેજ, ઉમરાળા, પારડીમાં પોણો ઈંચ તથા જોડીયા, ક્વાંટ, દાંતા, લોધિકા, કોડીનાર, ઝાલોદ, પાલિતાણા, દાહોદ,બગસરા, કુતિયાણા, ધોરાજી, રાણાવાવ, છોટા ઉદેપુર, કલ્યાણપુર, જેસર, વિસાવદર, તળાજા, રાજકોટ, કપરાડા, પડધરીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter