અમેરિકાઃ આયોવા શહેરમાં ગોળીબારની ઘટના બની છે. પોલીસે જણાવ્યું કે સોમવારે આયોવા શહેરમાં ગોળીબારમાં 7 લોકોના મોત થયા છે. આ ઘટના ઘરેલુ વિવાદના કારણે બની હોવાનું માનવામાં આવે છે. જ્યારે પોલીસ શંકાસ્પદ બંદૂકધારીનો સામનો કરી રહી હતી, ત્યારે તેણે પોતાને ગોળી મારી દીધી હતી.
પોલીસ સામે જ પોતાને ગોળી મારી લીધી
મસ્કાટિન પોલીસ વડા એન્થોની કીઝના જણાવ્યાં અનુસાર, પોલીસને બપોરે 12:00 વાગ્યે (સ્થાનિક સમય) ફોન આવ્યો અને એક ઘરમાં ચાર મૃતદેહો મળી આવ્યા હતા. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ મસ્કાટિનના 52 વર્ષીય રાયન વિલિસ મેકફાર્લેન્ડ તરીકે થઈ છે.
પોલીસ અધિકારીઓને મિસિસિપી નદીના કિનારે નજીકના રસ્તા પર મેકફાર્લેન્ડ મળી આવ્યો હતો. રાયન વિલિસ મેકફાર્લેન્ડ સાથે વાત કરતી વખતે, તેણે પોતાને ગોળી મારી દીધી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
પોલીસને ગોળીબારમાં માર્યા ગયેલા બે પુરુષ મૃત હાલતમાં મળી આવ્યાં હતા. મસ્કાટિન પોલીસ વિભાગની પ્રાથમિક તપાસમાં ગોળીબાર ઘરેલુ ઝઘડાને કારણે થયો હોવાનું જાણવા મળ્યું છે. બધા પીડિતો મૃતક શંકાસ્પદના પરિવારના સભ્યો હોવાનું માનવામાં આવે છે.