જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં હિમસ્ખલનથી અનેક હોટલો- ઘરોને નુકસાન, વીડિયોમાં ભયાનક દ્રશ્ય જોવા મળ્યું

10:16 AM Jan 28, 2026 | gujaratpost

સોનમર્ગમાં સરબલમાં હિમસ્ખલન 

હિમસ્ખલને અનેક ઘરો અને હોટલોને પોતાની ઝપેટમાં લઈ લીધા

આ ભયાનક દ્રશ્ય સીસીટીવી ફૂટેજમાં કેદ થયું

શ્રીનગરઃ મંગળવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમાર્ગના સરબલ વિસ્તારમાં એક વિશાળ હિમસ્ખલન થયું હતું, જેના કારણે આ વિસ્તારના ઘણા ઘરો અને હોટલો બરફની ચાદરથી ડૂબી ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં પર્વતો પરથી બરફનું એક મોટું મોજું નીચે આવી રહ્યું હતું અને આસપાસના વિસ્તારને ઢાંકી રહ્યું હતું, જેના કારણે ગભરાટ ફેલાયો હતો.

રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાની પુષ્ટિ થઈ નથી.નોંધનીય છે કે સોમવાર રાતથી જમ્મુ અને કાશ્મીરમાં હવામાન બદલાયું છે. સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આ પ્રદેશમાં હિમસ્ખલનનું જોખમ વધી ગયું છે. વીડિયો જોઈને લાગે છે કે પરિસ્થિતિ ખૂબ જ ભયાનક લાગે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++