વડોદરાઃ જાસપુરની સમાજ વિદ્યાલય શાળાનો સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો- Gujarat Post

10:54 AM Aug 29, 2023 | gujaratpost

કોર્ટ બહાર એસીબીએ છટકું ગોઠવીને લાંચિયા કલાર્કને ઝડપી પાડ્યો

શ્રમજીવી પરિવાર પાસે માંગી હતી લાંચ

વડોદરાઃ લાંચિયા લોકો સામે એસીબી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હવે ગરીબ પરિવારની દિવ્યાંગ પુત્રીના જન્મના દાખલાના પુરાવા માટે પાદરા તાલુકાના જાસપુર ગામની સેવા સમાજ વિદ્યાલયનો સિનિયર ક્લાર્ક  રૂ.4000ની લાંચ લેતા વડોદરાની દિવાળીપુરા કોર્ટ બહાર જ રંગે હાથ ઝડપાઇ ગયો છે. 

આ અંગેની વિગતો એવી છે કે પાદરા તાલુકામાં રહેતા શ્રમજીવી પરિવારની પુત્રી 50 ટકા વિકલાંગ હતી. આ પરિવાર પાસે પુત્રીનો જન્મનો દાખલો નહીં હોવાથી આ અંગે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી બાદ કોર્ટે જાસપુર ગામની સેવા સમાજ વિદ્યાલયના આચાર્યને તા.7 ઓગસ્ટના રોજ નોટિસ કાઢી શાળા દફ્તરે ખરાઇ માટેના રેકર્ડ સાથે હાજર રહેવા જણાવ્યું હતું.

આ નોટિસ બાદ વિદ્યાર્થિનીના પિતા શાળામાં જઇને સિનિયર ક્લાર્ક પરેશ કાંતિલાલ ગાંધીને મળ્યાં હતા. આ વખતે સિનિયર ક્લાર્કે કોર્ટમાં હાજર રહેવા માટે ચા-પાણીના રૂ.4000ની લાંચ માંગી હતી. લાંચની રકમ વિદ્યાર્થિનીના પિતા આપવા માંગતા ન હોવાથી તેમણે નર્મદા ભવન ખાતે આવેલી એસીબી કચેરીમાં ફરિયાદ આપી હતી, જેને પગલે મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણિયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એન.પ્રજાપતિએ સ્ટાફ સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું.

કોર્ટમાં તારીખ હોવાથી સિનિયર ક્લાર્ક પરેશ ગાંધી જરૂરી દસ્તાવેજો સાથે  હાજર થયા હતા અને કોર્ટ કાર્યવાહી પૂરી થયા બાદ તેઓ કોર્ટની બહાર આવીને નિસર્ગ કોમ્પ્લેક્સ સામે, અમુલ પાર્લરની દુકાન પાસે ઊભા હતા,ત્યારે સિનિયર ક્લાર્કે વ્યવહારના રૂપિયા માંગ્યા હતાં. શ્રમજીવી પિતાએ લાંચની રકમ આપતાં જ એસીબીની ટીમે ત્રાટકીને ક્લાર્કને ઝડપી પાડ્યો હતો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post