(file photo)
રાજકોટ ગેમઝોન કાંડ બાદ સ્કૂલવાન અને રીક્ષા માટે સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું
નવા શૈક્ષણિક સત્રની શરૂઆતથી જ વાલીઓને હાલાકી
સ્કૂલવાન કે રીક્ષા ન આવતાં વાલીઓ બાળકોને પહોંચાડ્વા દોડ્યાં
અમદાવાદઃ આજથી ગુજરાતભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો તેમજ સ્કૂલવાન ચાલકો (School van and auto rickshaw strike) ચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે. રાજકોટ ગેમઝોન કાંડ (Rajkot game zone tragedy) બાદ સ્કૂલવાન તથા રીક્ષા માટે સેફ્ટી સર્ટિફિકેટ (safety certificate) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેને લઈ તંત્ર, આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસની કામગીરીના વિરોધમાં સ્કૂલવર્ધી ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. સ્કૂલ વર્ધી એશોસિયનને નિર્ણય કરતા હજારો વાલીઓ મુશ્કેલી મુકાયા છે.
આજથી રાજ્યના 80 હજાર કરતા પણ વધારે સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી જતાં સવારમાં સ્કૂલે જતાં વિદ્યાર્થીઓના વાલીઓની હાલત કફોડી બની હતી. એક તરફ ઉનાળુ વેકેશન પૂરુ (summer vacation 2024) થઈ ગયું છે અને નવું શૈક્ષણિક સત્ર (new education year) શરૂ થઈ ગયું છે. ત્યારે આ હડતાળને લઈને વાલીઓનો હાલાકી ભોગવવી પડી રહી છે. હડતાળને પગલે પોતાના બાળકોને જાતે જ સ્કૂલમાં મૂકવા જવુ પડી રહ્યું છે. રિક્ષા-સ્કૂલવાન ચાલકોએ કાયદેસરની પરમીટ ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526