+

સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post

લખનઉઃ કન્નોજમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે સપાએ પોતાનો ઉમેદવાર બદલી નાખ્યો છે. હવે પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પોતે અહીંથી ચૂંટણી લડશે. બે દિવસ પહેલા સપાના ઉમેદવાર તરીકે તેજ પ્રતાપન

લખનઉઃ કન્નોજમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે સપાએ પોતાનો ઉમેદવાર બદલી નાખ્યો છે. હવે પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પોતે અહીંથી ચૂંટણી લડશે. બે દિવસ પહેલા સપાના ઉમેદવાર તરીકે તેજ પ્રતાપના નામની જાહેરાત થયા બાદ સ્થાનિક નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. કાર્યકર્તાઓની માંગ બાદ બુધવારે સાંજે અખિલેશ યાદવના નામની જાહેરાત કરવામાં આવી છે.

સપાના સ્થાનિક નેતાઓ સતત અખિલેશ યાદવને સપાની મહત્વની લોકસભા બેઠક કન્નૌજથી ચૂંટણી લડવાની માંગ કરી રહ્યાં હતા. ઘણા સમયથી સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ નેતાઓ અને કાર્યકરોને અહીં લડવાનું આશ્વાસન આપતા હતા. દરમિયાન, સોમવારે સપાએ કન્નૌજથી અખિલેશ યાદવના ભત્રીજા અને મૈનપુરીના પૂર્વ સાંસદ તેજ પ્રતાપ સિંહને ટિકિટ આપી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

સપાના કાર્યકર્તાઓ સતત અખિલેશનો સંપર્ક કરીને ચૂંટણી લડવા માંગ કરી રહ્યાં હતા. મંગળવારની રાતથી તેમના ચૂંટણી લડવાના સંદેશ  જિલ્લાના જૂથોમાં વાયરલ થવા લાગ્યા હતા. ઈટાવામાં જાહેર સભા યોજવા માટે આવેલા સપાના રાષ્ટ્રીય અધ્યક્ષને જ્યારે પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ઐતિહાસિક જીત હાંસલ કરવાનો દાવો કર્યો હતો અને પોતે જ ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો. હવે અખિલેશે કાર્યકર્તાઓ સાથે જઇને ઉમેદવારી નોંધાવી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter