નવી દિલ્હીઃ શીખ વિરોધી રમખાણો (1984) સંબંધિત દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા કેસમાં દોષિત કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દિલ્હી પોલીસ અને પીડિતોએ આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેટેગરીના માનીતાં સજ્જન કુમાર સામે ફાંસીની સજાની માંગ કરી હતી.
પોલીસે કોર્ટમાં દાખલ કરેલી લેખિત દલીલોમાં કહ્યું હતું કે આ કેસ નિર્ભયા કેસ કરતાં પણ વધુ ગંભીર છે. નિર્ભયા કેસમાં એક મહિલાને નિશાન બનાવવામાં આવી હતી, પરંતુ અહીં એક ખાસ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. 1984માં શીખોનો નરસંહાર માનવતા વિરુદ્ધ ગુનો છે.
આ સજા દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આપી છે. સજ્જન કુમારને બીજી વખત આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. તે પહેલાથી જ દિલ્હી કેન્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
1 નવેમ્બર 1984ના રોજ દિલ્હીના સરસ્વતી વિહાર વિસ્તારમાં બે શીખો જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
આ ઘટના સંબંધિત FIR ઉત્તર દિલ્હીના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. રંગનાથ મિશ્રા કમિશન સમક્ષ આપેલા સોગંદનામાના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/