+

સાબરડેરીના ચેરમેન શામળ પટેલ સામે ભ્રષ્ટાચારના આરોપ, સોશિયલ મીડિયામાં નામો થયા ફરતા

સાબરકાંઠાઃ શામળ પટેલ સાબર ડેરી આંદોલનને લઇને હાલ ચર્ચામાં છે. દૂધનના ભાવ વધારાની માંગ માટે અને બોનસ ન મળતા પશુપાલકોમાં ભારે રોષ છે. અરવલ્લી અને સાબરકાંઠાના ગામડાંઓમાં શામળ પટેલના પૂતળા સળગાવ

સાબરકાંઠાઃ શામળ પટેલ સાબર ડેરી આંદોલનને લઇને હાલ ચર્ચામાં છે. દૂધનના ભાવ વધારાની માંગ માટે અને બોનસ ન મળતા પશુપાલકોમાં ભારે રોષ છે. અરવલ્લી અને સાબરકાંઠાના ગામડાંઓમાં શામળ પટેલના પૂતળા સળગાવીને પશુપાલકો વિરોધ કરી રહ્યાં છે અને તેમની નનામી પણ કાઢવામાં આવી રહી છે. 

સાબર ડેરી આંદોલન વચ્ચે તેમનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. તેમના દ્વારા પોતાના જ ગામ પીપોદરાના એક જ ફળિયાના અને પોતાના પુત્ર, ભત્રીજાઓ, ભત્રીજાના સાળા, સાઢુ અને સંબંધીઓને તગડા પગાર વાળી નોકરીએ ચઢાવ્યાં હોવાના આરોપ થયા છે. સોશિયલ મીડિયામાં આ નામો ફરતા થયા છે.

જેમાં વિક્રમ પટેલ (એમ.પી. ઓ .વિભાગ, શામળ પટેલનો પુત્ર), મનીષ પટેલ (એમ.પી. ઓ વિભાગ, શામળ પટેલનો ભત્રીજો), મિતેષ પટેલ (ડ્રાઈવર), વિનોદ પટેલ ( ડ્રાઈવર), ભૌમિક પટેલ ( એન્જિનિયર), વસંત પટેલ ( ઈલેક્ટ્રીશીયન), સંજય પટેલ( ઈલેક્ટ્રીશીયન બાયડ શિતકેન્દ્ર), પિંકલ પટેલ (બાયડ શિતકેન્દ્ર), કલ્પેશ પટેલ (ટેકનિશિયન), પ્રિતેશ પટેલ(ટેકનિશિયન), દિનેશ પટેલ ( એકાઉન્ટ વિભાગ), વિમલ પટેલ ( એન્જિનિયર), મનન પટેલ(PA), હાર્દિક પટેલ, પટેલ પ્રિતેશ પી.(બાયડ શિતકેન્દ્ર), પટેલ આક્ષકુમાર વી.(બાયડ શિતકેન્દ્ર) નો સમાવેશ થાય છે.

આ નામો સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે, અને લોકો કહી રહ્યાં છે કે આવા તો અનેક લોકોને નોકરી લગાવી દીધા છે, જેઓ તેમના સંબંધીઓ છે અથવા તો રૂપિયા લઇને નોકરી લગાવવામાં આવ્યાં છે, જો કે અમે આ નામોને લઇને કોઇ સમર્થન આપતા નથી, આ સોશિયલ મીડિયામાંંથી લીધેલા નામો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter