વડોદરાઃ રાજકોટ લોકસભા સીટથી (Rajkot lok sabha seat) ભાજપના ઉમેદવાર (bjp candidate) પરસોત્તમ રૂપાલાએ (parshottam rupala) ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી મામલે ભાજપ ડેમેજકંટ્રોલ (damage control) કરી શક્યું નથી. ક્ષત્રિયોને સમજાવવા ભાજપ પ્રદેશના (state bjp leaders) નેતાઓ નિષ્ફળ સાબિત થઇ રહ્યાં છે. ક્ષત્રિય આંદોલનની આગ નાના ગામડાંઓમાં પહોંચી રહી છે.
વડોદરાના પાદરામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ થયો છે. જશુભાઈ રાઠવાના ચૂંટણી પ્રચારમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જશુભાઈને ગામમાં પણ ઘૂસવા દીધા ન હતા. ક્ષત્રિયોએ હોબાળો મચાવી, કાળા વાવટા ફરકાવ્યાં હતા.પાદરાના જાસપુર ગામે યુવાનોએ વિરોધ કર્યો હતો. છોટા ઉદેપુર મત વિસ્તારના ભાજપના લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવા સહિત ભાજપના કાર્યકરોનો વિરોધ કરાયો હતો.
આ બનાવની જાણ થતાં પાદરા પોલીસ દોડી આવી હતી, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે લોકોમાં ભાજપ સામે આક્રોશ વધી રહ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526