કરોડો રૂપિયાની ટેક્સચોરી, સુરતમાં આઈટીના દરોડામાં રૂ. 200 કરોડના રોકડ વ્યવહારો મળ્યાં- Gujarat Post

11:30 AM Sep 15, 2023 | gujaratpost

સુરતમાં આઇટીની મોટી કાર્યવાહી

કરોડો રૂપિયાની ટેક્સ ચોરી આવી છે સામે

સુરતઃ તહેવારોની સીઝન વખતે જ સુરતમાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. જ્વેલર્સ અને જ્વેલરી મેન્યુફેક્ચર્સના 40 સ્થળો પૈકી 25 જેટલા સ્થળોએ હજુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 200 કરોડ રૂપિયાના રોકડ વ્યવહારોના ડોક્યુમેંટ મળી આવ્યાં છે. ઉપરાંત 2 કરોડ રૂપિયા રોડકા મળ્યાં છે, 25 બેંક લોકરો સિઝ કરવામાં આવ્યાં છે. અધિકારીઓને રોકડ અને ઉધારીમાં ખરીદ-વેચાણના દસ્તાવેજો મળ્યાં છે.

Trending :

આવકવેરા વિભાગે કાંતિલાલ એન્ડ બ્રધર્સ, પાર્થ ઓર્નામેન્ટ, અક્ષર જ્વેલર, હરિકલા ગોલ્ડ અને તીર્થ ગોલ્ડને ત્યાં કરેલી સર્ચ કાર્યવાહીમાં મોટા પાયે રોકડ, જ્વેલરી, દસ્તાવેજો, ડિજિટલ વ્યવહારના પુરાવા જપ્ત કર્યાં છે. સર્ચ કાર્યવાહીમાં હજુ મોટી કરચોરી બહાર આવવાની શક્યતા છે. 5 પેઢીઓમાં આઈટીની રેડ પડ્યાં બાદ ડિજિટલ હિસાબ રાખતા કેટલાક સ્ટાફે મોબાઇલ ફોન, કોમ્પ્યુટર અને લેપટોનો ડેટા ફોર્મેટ કરી દીધા હતા. જેથી ડિલિટ કરી દેવાયેલા મોબાઇલ અને કોમ્પ્યુટર ડેટા મેળવવા ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવી છે.

આવકવેરા વિભાગને તપાસ દરમિયા સુરત નજીક એક ફાર્મ હાઉસની વિગતો મળતા ત્યાં પણ સોનું, જ્વેલરી, રોકડ તથા અન્ય વસ્તુ સંતાડ્યાની આશંકાને પગલે સર્ચ કર્યું હતું. પરંતુ કંઈ મળ્યું ન હતું. આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઈન્સ્પેક્ટર સહિત 100 જેટલા અન્ય કર્મચારીઓ સર્ચ ઓપરેશનમાં સામેલ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post