સુરતઃ શહેર પોલીસે ડિંડોલી વિસ્તારમાં રહેતા ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રામબોલ ઠાકુર પાસેથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે 50 લાખ રૂપિયાની ખંડણી માંગનાર ચાર લોકોની ધરપકડ કરી છે. પકડાયેલાઓમાં બે સગીરોનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યાં અનુસાર 22 ડિસેમ્બરની રાત્રે એક અજાણ્યા વ્યક્તિએ રામબોલ ઠાકુરને નકલી પિસ્તોલ બતાવીને ખંડણી માંગી હતી. ત્યારબાદ 23 ડિસેમ્બરે ફરી આ આરોપીઓએ ફોન પર ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપો તો ગોળી મારી દેવામાં આવશે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બિઝનેસમેનને ધમકી
રામબોલ ઠાકુરે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે મોબાઈલ નંબર ટ્રેસ કર્યા, સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું અને તપાસ માટે જુદી જુદી ટીમો બનાવી હતી. આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેયનો અસલી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે કોઈ સંબંધ નથી. આ લોકોએ ગેંગસ્ટર બનવા માટે વેબ સિરીઝ અને સોશિયલ મીડિયામાંથી પ્રેરણા લઈને આ ષડયંત્ર રચ્યું હતું. આ પૈકીનો એક સગીર આરોપી રામબોલ ઠાકુરના ઘર પાસે પહેલેથી જ રહેતો હતો અને તેમની ગતિવિધિઓથી વાકેફ હતો.
પોલીસે સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી
આ મામલે પોલીસે જણાવ્યું કે આરોપીઓ માત્ર લોરેન્સ બિશ્નોઈના નામનો ઉપયોગ કરીને અને ફેક સ્ટોરી બનાવીને લોકોને ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યાંં હતા. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/