+

ઋષભ પંત ટેસ્ટ શ્રેણીમાંથી બહાર, ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના પહેલા દિવસે ઈજાગ્રસ્ત, પગની આંગળીમાં ફ્રેક્ચર

Rishabh Pant Injury: ઇંગ્લેન્ડ શ્રેણીની મધ્યમાં ટીમ ઇન્ડિયા માટે એક મોટા સમાચાર આવ્યાં છે. પાંચ મેચની શ્રેણીની ચોથી મેચ હજુ ચાલુ છે. ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના પગની આંગળ

Rishabh Pant Injury: ઇંગ્લેન્ડ શ્રેણીની મધ્યમાં ટીમ ઇન્ડિયા માટે એક મોટા સમાચાર આવ્યાં છે. પાંચ મેચની શ્રેણીની ચોથી મેચ હજુ ચાલુ છે. ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના પગની આંગળીમાં ફ્રેક્ચર થયું છે, તેથી હવે તે આ ટેસ્ટ શ્રેણીમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે. તે આગામી મેચ પણ રમી શકશે નહીં. હવે જે સમાચાર આવ્યાં છે તે કહે છે કે ઋષભ પંતને અંદાજે છ અઠવાડિયા સુધી ટીમની બહાર રહેવું પડશે. 

પંત ક્રિસ વોક્સના બોલ પર ઘાયલ થયો હતો

માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ દરમિયાન ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બોલ રિષભ પંતના પગમાં વાગ્યો. તે સમયે ક્રિસ વોક્સ બોલિંગ કરી રહ્યો હતો. બોલ સીધો પંતના પગમાં વાગ્યો હતો. તેના પર ક્રિસ વોક્સ અને અન્ય અંગ્રેજી ખેલાડીઓએ આઉટની અપીલ કરી, પરંતુ અમ્પાયરે તેને આઉટ ન આપ્યો. આ પછી ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ DRS લીધો, પરંતુ રિપ્લેમાં બતાવવામાં આવ્યું કે પંત નોટ આઉટ હતો.

પંતની ઈજા ખૂબ ગંભીર લાગે છે

ઋષભ પંત બહાર નીકળતા બચી ગયો, પરંતુ તેની ઈજા ખૂબ ગંભીર દેખાઈ રહી હતી. તે ચાલી શકે તેવી સ્થિતિમાં ન હતો. આ દરમિયાન, BCCI મેડિકલ ટીમ મેદાન પર પહોંચી અને જ્યારે પંતના મોજાં કાઢવામાં આવ્યાં ત્યારે જાણવા મળ્યું કે તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. ઈજાના જગ્યા પર ઘણો સોજો છે. આ પછી, તેને ગોલ્ફ કારમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

ધ્રુવ જુરેલ ફક્ત વિકેટકીપિંગ કરશે, બેટિંગ નહીં કરે

પંતની ઈજા ખૂબ ગંભીર દેખાઈ રહી હતી, ત્યારબાદ ગુરુવારે એવું સામે આવ્યું છે કે ઋષભ પંત હવે આ મેચમાં રમવાની સ્થિતિમાં નથી. BCCI એ હજુ સુધી તેની જાહેરાત કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે પંત હવે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તે આગામી મેચ પણ રમી શકશે નહીં. ધ્રુવ જુરેલ આ મેચમાં વિકેટકીપિંગની ફરજો બજાવતો જોવા મળશે. પરંતુ ICCના નિયમો મુજબ, તે બેટિંગ માટે આવશે નહીં. આનો અર્થ એ થયો કે ટીમને ત્યારે જ ઓલઆઉટ ગણવામાં આવશે જ્યારે ભારત નવ વિકેટ ગુમાવશે. ભારત માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter