અમદાવાદઃ એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એવા રિલાયન્સના મુકેશ અંબાણીએ થોડા સમય પહેલા જ એક મોંઘું વિમાન ખરીદ્યું છે, અંદાજે 1 હજાર કરોડ રૂપિયાનું બોઈંગ BBJ 737 મેક્સ 9 સિરિઝનું એરક્રાફ્ટ અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું છે, આ જેટ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2 પર પાર્ક કરવામાં આવ્યું છે.
મુકેશ અંબાણીના પ્રાયવેટ બોઇંગ જેટને મુંબઇ એરપોર્ટ પર પાર્કિંગ ન મળ્યું
એવી માહિતી સામે આવી છે કે મુંબઈ એરપોર્ટ પર પાર્કિંગની જગ્યાના અભાવે આ જેટને અમદાવાદમાં લાવવામાં આવ્યું હતુ. હવે મુંબઇ એરપોર્ટ પર પાર્કિંગની વ્યવસ્થા થશે ત્યાર બાદ તેને અમદાવાદથી મુંબઇ લઇ જવામાં આવશે.આ એરક્રાફ્ટની પાયલોટની ટ્રેનિંગ વડોદરા અને જોધપુરમાં કરવામાં આવી છે.
આ વિમાનની 220 પેસેન્જર્સની ક્ષમતા હોય છે અને અંબાણી પરિવાર માટે લાવવામાં આવેલા આ જેટને અત્ય આધુનિક સુવિધાઓથી મોડિફાઇડ કરવામાં આવ્યું છે. તેમાં ફેરફાર કરીને અલગ જ જેટ બનાવવામાં આવ્યું છે.સ્વિટ્ઝરલેન્ડથી આ પ્લેન ભારતમાં લાવવામાં આવ્યું છે, જેની કિંમત અંદાજે 1 હજાર કરોડ રૂપિયા છે અને તે એક સમયે 11,770 કિ.મીનો પ્રવાસ કરી શકે છે, એટલે કે આટલા અંતરમાં આવતા દેશોમાં અંબાણી પરિવાર તેમાં એક સાથે મુસાફરી કરી શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/