ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ

06:53 PM May 19, 2026 | gujaratpost

( પ્રતિકાત્મક ફોટો)

રાજકોટઃ જંગ્લેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે 7 શખ્સોએ સામૂહિક બળાત્કાર કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઇન્સ્ટાગ્રામ મારફતે પહેલા મિત્રતા કેળવી બાદમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે.

આરોપીઓએ પહેલા ઘરે, હોટલ અને ચાલતી કારમાં છરીની અણીએ સગીરા પર કુકર્મ આચર્યું હતું. પોલીસે હાલ એક સગીરા સહિત 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

સગીરાની બહેનપણીએ તેને એક મોબાઇલ આપ્યો હતો. તેમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખુલ્લું હતું. સગીરાની બહેનપણી પ્રથમ વખત ડેવિલ વાતચીત કરાવી હતી. ડેવિલે સગીરાને વિશ્વાસમાં લીધી હતી. ત્યાર બાદ 29 માર્ચ 2026 ના રોજ સગીરાને લેવા માટે આરોપી સાહિલને મોટરસાઇકલ લઇને મોકલ્યો હતો. 

સાહિલ સગીરાને પોતાના ઘરે લઇ ગયો હતો. ત્યાં ડરાવી-ધમકાવીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ આ મામલે વધુ તપાસ હાથધરી છે.