- પરિવારજનો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી
- ખાનગી હોસ્પિટલોમાં મેડિક્લેમના નામે ચાલતી ઉઘાડી લૂંટ
રાજકોટઃ શહેરની વોકહાર્ટ હોસ્પિટલ ફરી વિવાદમાં છે. અહીં એક દર્દીને સામાન્ય સર્જરીનું મસમોટું બિલ ફટકારવામાં આવ્યું છે. સાત ટાંકાનું બિલ 1.60 લાખ રૂપિયા આપવામાં આવ્યું હતું. દર્દીનો મેડિક્લેમ હોવાથી તેને 24 કલાક દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઈ પરિવારજનો પણ ચોંકી ગયા હતા. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ સામે ધીકતી કમાણીનો ધંધો શરૂ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
9 વર્ષના બાળકન ઇજા થતાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતુ, હાથમાં ઇજા થઈ હોવાથી હોસ્પિટલના તબીબોએ સર્જરી કરી ટાંકા લેવા પડશે તેમ કહ્યું હતું. જેથી તેના પરિવારે સર્જરીની મંજૂરી આપી હતી. બાળક પર નાની સર્જરી કરતાં હાથે 7 ટાંકા લીધા હતા. તેને 24 કલાક એડમિટ કરવામાં આવ્યો. મેડિકલેમ હેઠળ સારવાર આપીને 24 કલાક બાદ બાળકને રજા અપાઈ હતી. હાથે ટાંકા લીધા બાદ બીજા દિવસે દર્દીને રજા આપતી વખતે હોસ્પિટલે 1 લાખ 60 હજારનું બિલ આપ્યું હતું. નાની સર્જરીમાં આટલું મોટું બિલ આવતા દર્દીના પરીવાર ચોંકી ગયો હતો. પરિવારે હોસ્પિટલ સત્તાધીશોને આ બાબતે પૂછપરછ કરતાં ગલ્લાં તલ્લાં કર્યાં હતા.
હોસ્પિટલમાં દર્દીના સગા પાસે રૂપિયા 10 હજાર રોકડા ભરાવ્યાં હતા. પરિવારે આક્ષેપ કરતાં કહ્યું કે બાળકના હાથ પર એક પણ ઓપરેશન કરેલ નથી માત્ર ટાંકા લીધેલા છે. બાળક સાંજના સમયે એડમિટ થયું છતાં પણ સવારના સમયના ડોક્ટરની વિઝીટના ચાર્જીસ લગાવાયા છે. તેમના બાળકને ટાંકાની સારવાર આપવામાં આવી છે અને તેમના કહેવા મુજબ હૉસ્પિટલનું બિલ 22,800 રૂપિયા થાય છે. તેની સામે હોસ્પિટલે 1.60 લાખ રૂપિયાનું બિલ ફટકાયું છે. દેશની કોઈપણ હોસ્પિટલમાં ટાંકા લેવાનો આટલો મોટો ચાર્જ નથી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++