શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post

12:16 PM Feb 19, 2025 | gujaratpost

Latest Rajkot News: રાજકોટની હોસ્પિટલમાં પ્રસુતા અને અન્ય પ્રકારની ખાનગી કહી શકાય તેવી સારવાર માટે આવેલી મહિલાઓની તપાસના પ્રાઈવેટ વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ ઉપર વાયરલ થયા હતા. જેને લઈને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. અમદાવાદ અને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સાથે મળીને પાયલ મેટરનીટી હોમમાં તપાસ કરીને ડીવીઆર અને સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા હતા.

પાયલ મેટરનીટી હોમના સંબંધીત ડોકટરો અને સ્ટાફની પૂછપરછ કરી નિવેદનો પણ લીધા છે. રાજકોટમાં સાયબર લેબોરેટરી તપાસમાં જોડાતાં બે શકમંદોના નામ ખુલતાં આંતરરાજ્ય તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં તપાસ અને પૂછપરછ બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમોને દોડતી કરવામાં આવી છે.

પ્રસૂતાઓના વીડિયો વાયરલ કરવાનો ગંદો ધંધો દેશવ્યાપી હોવાનું જણાઈ આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જ ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાંથી આ પ્રકારના કારસ્તાન કરતી ટોળકીઓ સક્રિય હોવાનું ચર્ચાઇ રહ્યું છે, આ પ્રકારના વીડિયો મેળવવા માટે નિશ્ચિત શખ્સો સક્રિય હોવાની વિગતો મળતાં ત્રણ રાજ્યોમાં તપાસ હાથ ધરાઈ છે. ઊંડી તપાસના પગલે પ્રસૂતાઓ અને મહિલાઓના હોસ્પિટલમાં ખાનગી વીડિયો વાયરલ કરવાના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.પોલીસ દ્વારા રાજકોટ ઉપરાંત ગુજરાતની અન્ય કઈ કઈ હોસ્પિટલોમાંથી આ પ્રકારના વીડિયો સોશિયલ મીડીયા ચેનલો ઉપર વાયરલ થયાં છે તે અંગે ઊંડાણભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

Trending :

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++