+

Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો

રાજકોટઃ એસીબીની ટીમે મસમોટા લાંચકાંડનો પર્દાફાશ કરીને લાંચિયાઓને ઝડપી લીધા છે. મહેશ બી. બિરલા, સિનિયર કોમર્શિયલ ઓફીસર, વર્ગ-3, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ઉના-ખાંભા સેન્ટ્રલ, રાજકોટ બ્રાંચ અને દિ

રાજકોટઃ એસીબીની ટીમે મસમોટા લાંચકાંડનો પર્દાફાશ કરીને લાંચિયાઓને ઝડપી લીધા છે. મહેશ બી. બિરલા, સિનિયર કોમર્શિયલ ઓફીસર, વર્ગ-3, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ઉના-ખાંભા સેન્ટ્રલ, રાજકોટ બ્રાંચ અને દિવ્યેશ નાથાભાઈ સાગઠીયા, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, વર્ગ-4, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, રાજકોટ બ્રાંચને લાંચના કેસમાં ઝડપી લીધા છે.

ગુનાનુ સ્થળ: ઉના,જીલ્લો- ગીર સોમનાથ

ફરિયાદીના કોટનની ગાંસડીઓના બીલ મંજુર કરવા માટે આરોપી મહેશ બિરલાએ દિવ્યેશ સાગઠીયાના 7 હજાર રૂપિયા પહોંચાડી દેવા કહ્યું હતુ, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં બંને આરોપીઓ લાંચના છટકામાં આવી ગયા છે. એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે, જો તમારી પાસે પણ કોઇ લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી શકો છો.

ટ્રેપીંગ અધિકારી: ડી.આર.ગઢવી,
પોલીસ ઇન્સ્પેક્ટર, ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.

મદદમાં- બી.કે.ગમાર, પો.ઇ.પોરબંદર એ.સી.બી.પો.સ્ટે.
    - આર.એન. વિરાણી, ફિલ્ડ પો.ઇ.રાજકોટ

સુપર વિઝન અધિકારીઃ બી.એમ.પટેલ,
મદદનીશ નિયામકશ્રી, ઇન્ચાર્જ એ.સી.બી.એકમ, જૂનાગઢ

facebook twitter