+

ભાવનગર ભાજપમાં જૂથવાદ વકર્યો, ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો બાદ રાજનીતિ તેજ

ભાવનગરઃ જિલ્લા ભાજપમાં ઉકળતો ચરૂ છે. વલભીપુર તાલુકાના ભાજપના રાજકારણે સમગ્ર જિલ્લા ભાજપ સંગઠનને હચમચાવી નાખ્યું છે. ભાજપ પ્રેરિત વિજેતા થયેલા સરપંચોના સન્માન સમારોહનો વિરોધ કરીને વ

ભાવનગરઃ જિલ્લા ભાજપમાં ઉકળતો ચરૂ છે. વલભીપુર તાલુકાના ભાજપના રાજકારણે સમગ્ર જિલ્લા ભાજપ સંગઠનને હચમચાવી નાખ્યું છે. ભાજપ પ્રેરિત વિજેતા થયેલા સરપંચોના સન્માન સમારોહનો વિરોધ કરીને વલભીપુર તાલુકાના ભાજપ પ્રેરિત સરપંચોનો લીમડા ગામે સેવા હી સંગઠનના શીર્ષક હેઠળ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. જે કાર્યક્રમ ખરેખર જિલ્લા ભાજપનો ન હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરપંચોના સન્માન ઉપરાંત ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા અને વલભીપુર તાલુકા ભાજપ સંગઠન સામે નારાજગીનો સૂર હતો.

આ સંમેલનમાં ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયાએ ગઢડાના ભાજપના જ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે તેના મળતીયાઓ દ્વારા સુજલામ સુફલામના કામો, તળાવ અને કેનાલના કામોમાં ભ્રષ્ટાચાર કરે છે અને તેને ધારાસભ્ય છાવરતા હોવાના તેમજ કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેતા હોવાના આક્ષેપો કર્યા હતા.

ભાજપના ગઢડાના ધારાસભ્ય સામે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કરતા તેનો પડઘો પ્રદેશકક્ષા સુધી પડ્યો હતો. પ્રદેશની સૂચના અનુસાર જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશ લંગાળીયાને શિસ્ત ભંગની જિલ્લા ભાજપ અધ્યક્ષે નોટિસ ફટકારી હતી. આ મામલે હવે રાજનીતિ શરૂ થઇ છેે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter