રાજકોટઃ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભર્યાં બાદ શું પરત ખેંચશે ફોર્મ ? Gujarat Post

12:15 PM Apr 16, 2024 | gujaratpost

રાજકોટઃ લોકસભા ચૂંટણી અંતર્ગત રાજ્યમાં નેતાઓ ઉમેદવારી પત્ર ભરી રહ્યાં છે. આજે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રેલી કરીને ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે પૂર્વ સીએમ વિજય રૂપાણી, વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. ભાજપના હજારો કાર્યકરો તેમની સાથે પહોંચ્યાં હતા.

જોકે સૂત્રોનાં જણાવ્યાં મુજબ, રૂપાલા ઉમેદવારી પત્ર પરત ખેંચી શકે છે.તેમના સ્થાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારા ચૂંટણી લડી શકે છે.

ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યાં હતા. જેમાં વક્તાઓએ એક સૂરમાં ભાજપને લલકાર કરીને તા.19 સુધીમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

ક્ષત્રિયોનો વધી રહેલો વિરોધ ભાજપનો ખેલ બગાડી શકે છે, જેથી ભાજપ પણ આ મામલે કોઇ નિર્ણય લઇને રૂપાલાને ફોર્મ પાછું ખેંચવાની રણનીતિ બનાવી શકે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post