ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની રાજપૂતો પર વિવાદીત ટિપ્પણી, પછી માંગી માફી- Gujarat Post

09:05 PM Apr 04, 2024 | gujaratpost

રાજાઓએ અંગ્રેજો સાથે રોટી- બેટીના વ્યવહારો કર્યાં હોવાનું નિવેદન

રૂખી સમાજ પર સૌથી વધુ અત્યાચાર થયા હતા તેમ છંતા તેઓ અડગ રહ્યો હોવાની વાત 

રાજકોટઃ લોકસભા ચૂંટણીમાં નેતાઓ પ્રચારમાં ઉતરી ગયા છે. હવે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી વિવાદ થયો છે. જેને લઈને તેમણે માફી માંગવી પડી છે. પરસોત્ત રૂપાલાએ વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું હતું, જે બાદ રાજપૂત સમાજ પરસોત્તમ રૂપાલાની સામે રોષે ભરાયો હતો.

Trending :

રાજપૂતો મુદ્દે વિવાદિત નિવેદન કરનારા રૂપાલાને માફી માંગે તેવી મહેશ રાજપૂત દ્વારા માંગ કરાઈ હતી. રૂપાલાએ કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી- બેટીના વ્યવહારો કર્યાં હતા. જ્યારે રૂખી સમાજ પર સૌથી વધુ અત્યાચાર થયા હતા તેમ છંતા તેઓ ઝુક્યાં ન હતા. રૂખી સમાજે પોતાનો ધર્મ પણ ન બદલ્યો, એક હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યાં હતા. રૂપાલાના આ નિવેદન સામે ક્ષત્રિયો રોષે ભરાયા હતા અને માફીની માંગ કરી હતી.

માફી માંગતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે, ક્ષત્રિય સમાજના આગેવાનોને મારા રામ રામ, રાજકોટમાં વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં મેં ભાષણ કયુ હતું. જેનો વીડિયો વાયરલ થયો છે. રાજપૂત સમાજના કેટલાક આગેવાનોએ તેના પર પ્રતિક્રીયા આપી છે. તેઓએ રોષ વ્યક્ત કર્યો છે. ક્ષત્રિય સમાજના અને રાજવી પરિવારના ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હું જે વાત કરતો હતો તેમાં મારો હેતુ વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર થયેલા અત્યાચારની વાત હતી. રાજવી કે ક્ષત્રિયો અંગે બોલવાનો મારો હેતુ ન હતો. ભવિષ્યમાં પણ નહીં હોય. છંતા મારા પ્રવચનથી કોઈની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરુ છું.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post