રાજકોટ-ચોટીલા હાઈવે પર એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત, 3 લોકોનાં કમકમાટીભર્યાં મોત

12:03 PM Mar 26, 2024 | gujaratpost

રાજકોટઃ રાજકોટ-ચોટીલા હાઈવે પર ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતા દર્દીને સારવાર અર્થે લઈ જઈ રહેલા 3 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત થયા હતા. જ્યારે દર્દીનો બચાવ થયો હતો. અકસ્માતમાં બે મહિલા સહિત એક પુરૂષનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

રાજકોટ-ચોટીલા હાઈવે પર સવારનાં સમયે ચોટીલા તરફથી આવી રહેલી એમ્બ્યુલન્સમાં દર્દીને સારવાર માટે લઇ જવામાં આવી રહ્યો હતો. તે સમયે આગળ જઈ રહેલી ટ્રકની પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાથે રહેલા ત્રણ વ્યક્તિઓનાં મોત થયા હતા. 

ધુળેટીની રાત્રે ચોટીલાના રાજપરા ગામમાં રહેતા કાજલબેન મકવાણાને ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. તેમની સાથે 18 વર્ષની દીકરી પાયલ મકવાણા અને દીકરો પણ હતા. સાથે રાજકોટથી તેમના બહેન અને બનેવીને પણ ચોટીલા બોલાવાયા હતા. જો કે તેમને પડખામાં દુઃખાવો થતા રાજકોટ ખસેડવા માટે ડોક્ટરે જણાવ્યું હતું. આથી તેઓ ખાનગી હોસ્પિટલમાં કાજલબેનને લઈને રાજકોટ જવા નીકળ્યાં હતા.

Trending :

ચોટીલાથી રાજકોટ તરફ જતા આપાગીરાના ઓટલા નજીક એમ્બ્યુલન્સની ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થતા ત્રણ લોકોનાં મોત થયા હતા. સ્થાનિકોએ 108ને જાણ કરીને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોમાં વિજય બાવળિયા, પાયલ મકવાણા, ગીતા મિયાત્રાનો સમાવેશ થાય છે. એક સાથે ત્રણેયના મોતથી પરિવારમાં આક્રંદ મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post