+

પેલેટ ગન અને અંધભક્ત શબ્દ પર લોકસભામાં વિવાદ: રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ પર સાધ્યું નિશાન

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તાજેતરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે પેલેટ ગનના ઉપયોગ પર સવાલ ઉઠા

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તાજેતરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે પેલેટ ગનના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાબ માંગ્યો હતો. બીજી તરફ, સત્તાપક્ષે તેમના શબ્દો સામે વાંધો વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત ગૃહમાં ચર્ચા દરમિયાન રાહુલે કહ્યું કે એક વિદ્યાર્થિનીએ તેમને કહ્યું કે વિદ્યાર્થીઓ સત્યનો ગર્વથી સ્વીકાર કરે છે. રાહુલ ગાંધી બોલ્યા, તે વિદ્યાર્થિનીએ કહ્યું કે સ્ટુડન્ટ સત્યનો ખુલ્લેઆમ સ્વીકાર છે, જ્યારે બીજા પ્રકારના લોકોને એક ઈમેજની જરૂર હોય છે. તે 'ઇડિયટ' એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તે ભગવાન છે.  એટલા માટે, તેને એક ઈમેજ બનાવવી પડે છે. રાહુલે આગળ કહ્યું, કુલ મળીને ત્રણ કેટેગરી છે. એક સ્ટુડન્ટ્સ, બીજા ઇડિયટ અને ત્રીજા અંધભક્ત, જે તે ઇડિયટને ફોલો કરે છે. આ ત્રણ કેટેગરી છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, દેશના ગૃહમંત્રીમાં આ હિંમત નથી કે તે અહીં આવીને બેસે. દેશના ગૃહમંત્રી ડરેલા છે. આખરે શા માટે ગૃહમંત્રી અહીં નથી? તે અહીં નથી, કારણ કે તેમણે બાળકો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે આપણા વિદ્યાર્થીઓના લોહીમાં પેલેટ્સ ભેળવવાનો આદેશ આપ્યો હતો. પોલીસને બળપ્રયોગ કરવાનો આદેશ માત્ર ગૃહમંત્રી જ આપી શકે છે.

રાહુલ ગાંધી દ્વારા વારંવાર ઇડિયટ' શબ્દના ઉપયોગ પર વાંધો ઉઠાવતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ તેને અસંસદીય ભાષા કહી હતી. તેમણે કહ્યું કે રાહુલે જે શબ્દ વાપર્યો તે અસંસદીય શબ્દ છે, હું નથી કહી રહ્યો, આ રૂલબુક છે. આના વિશે રાહુલ ગાંધીને જાણકારી હોવી જોઈએ. વારંવાર એ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેના પર અમે વાંધો ઉઠાવીએ છીએ. ભૂલ તો રાહુલ ગાંધીની છે કે તેમણે કેમ આ શબ્દનો ઉપયોગ કર્યો. આના પર રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું કે હું કોઈને કંઈ નથી કહી રહ્યો.

રાહુલ ગાંધીએ કહ્યું કે જો આ લોકોને આ શબ્દ સારો ન લાગતો હોય તો હું બીજો શબ્દ આપી દઉં છું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વચ્ચે જ તેમને રોકતા કહ્યું કે અસંસદીય શબ્દને હું રેકોર્ડમાંથી હટાવી દઈશ. રાહુલ ગાંધીનો જવાબ હતો કે જો તમે ઈચ્છો તો હું તેની જગ્યાએ બીજો શબ્દ આપું છું. આના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે તમે વિધેયક પર વાત કરો.

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વચ્ચે હસ્તક્ષેપ કરીને આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમણે નિયમોનો હવાલો આપતાં કહ્યું કે જો રાહુલ ગાંધીએ સંસદીય મર્યાદામાં રહીને વાત કરવી હોય, તો અમે તેમની વાત સાંભળવા તૈયાર છીએ.

facebook twitter