+

જાપાનમાં ભૂકંપથી ભારે તબાહી, 13 લોકોનાં મોત, અનેક લાપતા

ટોક્યોઃ 28 જુલાઈના રોજ જાપાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રોઇટર્સના જણાવ્યાં અનુસાર, આ જોરદાર આંચકા બાદ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હત

ટોક્યોઃ 28 જુલાઈના રોજ જાપાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રોઇટર્સના જણાવ્યાં અનુસાર, આ જોરદાર આંચકા બાદ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તે પાછી ખેંચી લેવામાં આવી હતી.

જાપાનમાં આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશ સર્જાયો છે. અત્યાર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ઘણા લોકો ગુમ છે.

જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઈચીએ બુધવારે સવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ જાપાનના કેટલાક વિસ્તારોમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે 13 લોકોનાં મોત થયાં છે અને ગુમ થયેલા લોકો માટે બચાવ કામગીરી ચાલુ છે.

જાપાનના અધિકારી તાકાઈચીએ જણાવ્યું હતું કે આખી રાત બચાવ કામગીરી ચાલુ રહી હતી. આ દરમિયાન અન્ય કેટલાક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા હતા, જોકે કેટલાક લોકો હજુ પણ ગુમ છે.

મંગળવારે મોડી બપોરે જાપાનના દક્ષિણના મુખ્ય ટાપુ ક્યુશુના કુમામોતો વિસ્તારમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી, જેના કાટમાળ નીચે લોકો ફસાઈ ગયા હતા.

જાપાનમાં ભૂકંપના કેન્દ્રબિંદુમાં ઘણી ઇમારતો ધરાશાયી થયેલી જોવા મળી હતી. NHK અનુસાર, યત્સુશિરોમાં એક પુલનો રાહદારી ભાગ ધરાશાયી થયો હતો. દરમિયાન, તે જ શહેરમાં ક્યુશુ એક્સપ્રેસવે પરના હાઇવે ઓવરપાસને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું.

facebook twitter