+

મમતાએ કહ્યું મોદી-શાહ અહંકારી..રાહુલ ગાંધીએ કહ્યું જનતા મોદીને નથી ઇચ્છતી, આ જનતા અને ભાજપ વચ્ચેની ચૂંટણી હતી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે, જેમાં કોંગ્રેસ એકલા હાથે 100 જેટલી બેઠકો મેળવી રહી છે, ઇન્ડિયા ગઠબંધન 225 બેઠકો પર જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે ભાજપ 240 બેઠકો પર આગળ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે, જેમાં કોંગ્રેસ એકલા હાથે 100 જેટલી બેઠકો મેળવી રહી છે, ઇન્ડિયા ગઠબંધન 225 બેઠકો પર જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે ભાજપ 240 બેઠકો પર આગળ છે, એનડીએ 300 બેઠકોની અંદર છે, એક રીતે ભાજપ અને મોદીની લોકપ્રિયતા ઘટી છે, રાહુલ ગાંધી બહેન પ્રિયંકા અને માતા સોનિયા ગાંધી સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યાં હતા.

રાહુલે મોદી પર પ્રહાર કરતા કહ્યું કે જનતા હવે મોદીને નથી ઇચ્છતી, તેમને યુપીની જનતાનો આભાર માન્યો અને કહ્યું કે યુપીના લોકો સમજી ગયા હતા કે મોદી આવશે તો બંધારણ બદલી નાખશે, જેથી જનતાએ બંધારણ બચાવવા આ લોકોને ઘરભેગા કર્યાં છે. અહીં એસપીના અખિલેશ યાદવે કમાક કરી નાખ્યો છે, રાહુલે એમ પણ કહ્યું કે યુપીમાં અમારી મોટી જીત માટે મારી બહેન પ્રિયંકા ગાંધીનો પણ મોટો હાથ છે. પ્રિયંકાએ અહીં ઘણી મહેનત કરી હોવાનું રાહુલે કહ્યુ, અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસની જોરજાર જીત થઇ છે,

મમતા બેનર્જીના મોદી-શાહ પર પ્રહાર

બીજી તરફ મમતા બેનર્જીની ટીએમસીએ પશ્વિમ બંગાળમાં વધુ સીટો મેળવી છે, સીએમ મતા બેનર્જીએ કહ્યું કે ઇડી અને સીબીઆઇ જેવી એજન્સીઓનો આ લોકોએ ખોટો ઉપયોગ કર્યો છે, જનતાએ આજે દેખાડી દીધું છે કે તે જ સર્વોપ્પરી છે. મોદી અને શાહને અહંકારી અને દેશ માટે ખોટા નિર્ણયો લેનારા ગણાવ્યાં હતા, મમતાએ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યાં છે અને ઇન્ડિયા ગઠબંધનને શુભેચ્છા આપી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter