સસ્તી લોન માટે હજુ જોવી પડશે રાહ, આરબીઆઈએ રેપો રેટ રાખ્યો સ્થિર- Gujarat Post

10:59 AM Apr 06, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ લોકોને સસ્તી લોન માટે હજુ રાહ જોવી પડશે. ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં નાણાંકીય નીતિ સમિતિની બેઠક 3 એપ્રિલથી શરૂ થઈ હતી. આજે એટલે કે 5 એપ્રિલના રોજ, RBI ગવર્નર શક્તિકાંત દાસે નાણાંકીય સમીક્ષા બેઠકની વિગતો જાહેર કર્યા છે.

કેન્દ્રીય બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ લાંબા સમયથી રેપો રેટમાં ઘટાડો કર્યો નથી. ઘણા નિષ્ણાંતો પહેલેથી જ અપેક્ષા રાખતા હતા કે પેનલ આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરશે નહીં. અગાઉ, નાણાંકીય વર્ષ 24 ની છેલ્લી બેઠકમાં, MPCએ સતત છઠ્ઠી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. તેને 6.5 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો હતો.

આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ખાદ્યપદાર્થોની કિંમતોમાં અનિશ્ચિતતાના કારણે ફૂગાવો વધવાની સંભાવના છે. મોંઘવારી દરમાં વધારાને લઈને આરબીઆઈ સતર્ક છે. MSF દર 6.75% પર જાળવવામાં આવ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે MPCના છમાંથી પાંચ સભ્યો રેપો રેટ યથાવત રાખવાની તરફેણમાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post