નવી દિલ્હીઃ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે નવી એક યોજના 15 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના આજથી લાગુ કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ, ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનારા યુવાનોને સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. જે કંપનીઓ વધુ રોજગાર પૂરો પાડવાનો પ્રયાસ કરશે તેમને પ્રોત્સાહન પઆપવામાં આવશે. પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના લગભગ 3.5 કરોડ યુવાનોને રોજગારની નવી તકો પૂરી પાડશે. આ માટે તમામ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન.
શું છે પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજના ?
પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના (PM-VBRY) એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવીનતમ રોજગાર-સંબંધિત પ્રોત્સાહન યોજના છે. જો તમે નોકરીદાતા છો અને તમારા કર્મચારીઓની સંખ્યા વધારવા માંગો છો અથવા પહેલીવાર નોકરી શોધી રહ્યાં છો, તો આ યોજના તમારા માટે સીધી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ યોજના (પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના) આજથી અમલમાં છે. તેનો હેતુ યુવાનોને તેમની પહેલી નોકરી મેળવવામાં મદદ કરવાનો છે.
આ યોજનાના બે ભાગ છે, ભાગ A પહેલી વાર નોકરી શોધનારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભાગ B નોકરીદાતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે:
ભાગ A: પહેલી વાર કર્મચારીઓ માટે પ્રોત્સાહનો:
EPFO સાથે પહેલી વાર નોંધાયેલા કર્મચારીઓને લક્ષ્ય બનાવતા, આ ભાગ બે હપ્તામાં એક મહિનાનો EPFO પગાર, મહત્તમ રૂ. 15,000 સુધીનો પ્રદાન કરશે. 1 લાખ રૂપિયા સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ આ માટે પાત્ર રહેશે. પહેલો હપ્તો 6 મહિનાની સેવા પછી ચૂકવવાપાત્ર રહેશે, બીજો હપ્તો 12 મહિનાની સેવા પછી અને નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ કરનાર કર્મચારી દ્વારા ચૂકવવામાં આવશે.
ભાગ B: નોકરીદાતાઓને સહાય:
આ ભાગમાં ઉત્પાદન ક્ષેત્ર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને, તમામ ક્ષેત્રોમાં વધારાની રોજગાર સર્જનને આવરી લેવામાં આવશે. નોકરીદાતાઓને 1 લાખ રૂપિયા સુધીના પગાર ધરાવતા કર્મચારીઓ માટે પ્રોત્સાહનો મળશે, સરકાર બે વર્ષ સુધી ઓછામાં ઓછા 6 મહિના સતત રોજગારી સાથે દરેક વધારાના કર્મચારી માટે નોકરીદાતાઓને દર મહિને રૂ. 3,000 સુધીનું પ્રોત્સાહન આપશે. ઉત્પાદન ક્ષેત્ર માટેના પ્રોત્સાહનો ત્રીજા અને ચોથા વર્ષ માટે પણ લંબાવવામાં આવશે.
EPFO સાથે નોંધાયેલ સંસ્થાઓએ ઓછામાં ઓછા છ મહિના સુધી સતત ધોરણે ઓછામાં ઓછા બે વધારાના કર્મચારીઓ (50 થી ઓછા કર્મચારીઓ ધરાવતા નોકરીદાતાઓ માટે) અથવા પાંચ વધારાના કર્મચારીઓ (50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા નોકરીદાતાઓ માટે) રાખવા પડશે.
કોને લાભ મળશે?
જે યુવાનો પહેલી વાર કામ કરી રહ્યાં છે તેમને સરકાર તરફથી રૂ.15,000 સુધીનું બોનસ (પગાર સિવાય) મળશે. ઉપરાંત, જો કંપની એટલે કે નોકરીદાતાએ કર્મચારીઓની સાચી માહિતી સરકારને આપી હશે તો તેમને પણ થોડો લાભ મળશે.
તે કેવી રીતે કાર્ય કરે છે ?
આ યોજનાને બે ભાગમાં વહેંચવામાં આવી છે: એક ભાગ કર્મચારીને આપવામાં આવતો બોનસ છે, બીજો ભાગ કંપની માટે છે.
કંપનીએ દર મહિને ECR (ઈલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન) ભરવાનું રહેશે. આ ફક્ત તે કર્મચારીઓની સાચી માહિતી સરકારને મોકલવા માટે છે. જો માહિતી ખોટી જણાશે, તો ન તો કર્મચારીને બોનસ મળશે, ન તો કંપનીને કોઈ લાભ મળશે.
આ યોજના શા માટે મહત્વપૂર્ણ છે ?
આ પહેલ યુવા પેઢી માટે તેમની પહેલી નોકરી મેળવવાની આકર્ષક તક લઈને આવી છે. તે કંપનીઓને રોજગાર વધારવા માટે પણ પ્રેરિત કરે છે.આના અમલીકરણથી દેશમાં રોજગારને પ્રોત્સાહન મળશે.
કેવી રીતે અરજી કરવી ?
કર્મચારી (જે પહેલી વાર કામ કરી રહ્યાં છે) તમારે જાતે સીધી અરજી કરવાની જરૂર નથી. તમે જે કંપનીમાં જોડાઓ છો તે તમારી વિગતો યોજનામાં મોકલશે. તમારો EPFO- UAN નંબર અને બેંક ખાતું આધાર સાથે લિંક કરેલું હોવું જરૂરી છે.
કંપની EPFO ના ECR (ઇલેક્ટ્રોનિક ચલણ-કમ-રિટર્ન) ફોર્મમાં તમારા પગાર અને જોડાવાની વિગતો યોગ્ય રીતે ભરે છે. સરકાર તે ડેટાની ચકાસણી કરે છે અને તમારા બેંક ખાતામાં રૂ.15,000 નું બોનસ મોકલે છે.
2. નોકરીદાતા- કંપની
EPFO પોર્ટલ પર લોગિન કરો અને ECR ફાઇલ કરો.
UAN, આધાર, બેંક વિગતો અને કર્મચારીનો પગાર જેવી સાચી વિગતો દાખલ કરો.
બધા કર્મચારીઓનો કુલ પગાર અને જોડાવાની તારીખ સાચી દાખલ કરો.
જો ડેટામાં કોઈ વિસંગતતા જોવા મળે છે, તો કર્મચારી કે કંપની બંનેને યોજનાનો લાભ મળશે નહીં.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
આ યોજના ફક્ત પહેલી વાર નોકરી શોધનારાઓ માટે છે. નોકરીમાં જોડાતી વખતે, તમારી ઉંમર 18-60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમારું નામ અને વિગતો કંપની જે મહિનામાં તમારી સાથે જોડાય તે મહિનાના ECR રિપોર્ટમાં દેખાવી જોઈએ. બેંક ખાતું આધાર અને NPCI સાથે લિંક થયેલ હોવું જોઈએ જેથી બોનસ સીધું જમા થઈ શકે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/