મસૂદ અઝહરે કહ્યું હું પણ મરી ગયો હોત તો સારૂ.... ઓપરેશન સિંદૂરમાં ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદના પરિવારના 10 લોકોનો ખાત્મો

01:04 PM May 07, 2025 | gujaratpost

પીઓકેઃ ભારતીય સેનાએ પીઓકેમાં એર સ્ટ્રાઇક કરીને આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે, જેમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યાં છે, મસૂદે ભારત પર અનેક આતંકવાદી હુમલા કરાવ્યાં છે. આ હુમલા પર મસૂદે કહ્યુંં કેે આ હુમલામાં હું પણ મરી ગયો હતો તા સારુ. પરિવારના સભ્યોના મોત બાદ આતંંકવાદીએ ભારત સામેે રોષ વ્યક્ત કરવા આ વાત કરી હતી.

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદનો વડો મસૂદ અઝહર જમ્મુ-કાશ્મીરમાં પણ તેના એજન્ડા ચલાવે છે અને અનેક વખતે તે ભારતને ધમકીઓ પણ આપી ચુક્યો છે.

ભારતે ઓપરેશન સિંદૂરની સાથે પાકિસ્તાનના 2 ફાઇટર જેટ તોડી પાડ્યાં છે, આકાશ મિસાઇલે F16, JF17ને તોડી પાડ્યાં છે. નોંધનિય છે કે પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોનાં મોત બાદ મોદી સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે.