નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીના પ્રવાસે છે. તેઓ 1 જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનસ્થ રહેશે. આજે તેમના ધ્યાનનો બીજો દિવસ છે. પીએમ મોદીના ધ્યાનનો એક વીડિયો સામે આવ્યો છે, વીડિયોમાં પીએમ મોદી કેસરી કુર્તા અને ગમછામાં જોવા મળી રહ્યાં છે. તે સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સામે બેસીને ધ્યાન કરી રહ્યાં છે. તેમના હાથમાં માળા છે અને ઓમનો નાદ ગુંજી રહ્યો છે.
આ ધ્યાન મંડપની ખાસ વાત એ છે કે આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે દેશનો પ્રવાસ કર્યાં બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું. અહીં જ તેમણે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું.
પીએમ મોદી ગુરુવારે કન્યાકુમારી પહોંચ્યાં હતા. વડાપ્રધાન દક્ષિણ ભારતના પરંપરાગત પોશાકમાં ધોતીમાં જોવા મળ્યાં હતા. તેમણે ઓફ-વ્હાઈટ રંગની શાલ પહેરેલી હતી. કન્યાકુમારી પહોંચ્યાં બાદ ભગવતી અમ્માન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તમને જણાવી દઈએ કે, સામાન્ય ચૂંટણી પ્રચારના અંત પછી, પીએમ મોદી દરેક વખતે આધ્યાત્મિક યાત્રા પર જાય છે અને 2019ના ચૂંટણી પ્રચાર પછી તેઓ કેદારનાથ ગયા હતા અને વર્ષ 2014માં તેઓ શિવાજી મહારાજ સાથે સંબંધિત પ્રતાપગઢ ગયા હતા.
પીએમ મોદીએ ગુરુવારે પંજાબના હોશિયારપુરમાં રેલી સાથે તેમના ચૂંટણી પ્રચારનું સમાપન કર્યું. હવે સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. મોદીએ ભાજપને ફરી એકવાર સત્તામાં લાવવા માટે જોરશોરથી પ્રચાર કર્યો.વડાપ્રધાન મોદીએ 16 માર્ચે કન્યાકુમારીથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. છેલ્લા 75 દિવસમાં વડાપ્રધાને 183 ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટણી રેલી અને રોડ શોનો સમાવેશ થાય છે.
આ સિવાય પીએમ મોદીએ વિવિધ મીડિયા સંસ્થાઓને લગભગ 80 ઇન્ટરવ્યૂં પણ આપ્યાં, જેમાં તેમણે સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની ચર્ચા કરી. ઉપરાંત, ધર્મના આધારે આરક્ષણ, સીએએ, અયોધ્યામાં રામ મંદિર અને કલમ 370 જેવા વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોને ઘેરાવો પણ કર્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Faith meets worship...
— BJP (@BJP4India) May 31, 2024
Glimpses from Prime Minister Shri @narendramodi's 45-hour long meditation session in Kanniyakumari. pic.twitter.com/Vvqxy02x4N
When spirituality is your strength… pic.twitter.com/Pn6MKbuDi7
— BJP (@BJP4India) May 31, 2024
