પાવાગઢમાં પથ્થરની કુટિરનો ઘુમ્મટ તુટતા દુર્ઘટના, એકનું મોત, 10 લોકો ઘાયલ- Gujarat Post

05:49 PM May 04, 2023 | gujaratpost

પાવાગઢઃ યાત્રાધામ પાવગઢમાં મોટી દુર્ઘટના બની છે. પથ્થરની કુટિરનો ઘુમ્મટ તૂટી જતા અફરા તફરી મચી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, 8થી વઘુ લોકો દબાયા હોવાથી તેમને ગંભીર ઈજા થઇ છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. ઘટના સ્થળે સ્થાનિકો અને તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતુ.

પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે પથ્થરના પિલ્લરો ઉપર શિલાઓ ગોઠવી રેન બસેરા બનાવવામાં આવ્યાં હતા. આજે બપોરે અહીં ગાજવીજ સાથે વરસાદ વરસતા આ રેન બસેરા નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવાશઆસરો લઈ ઉભા હતા ત્યારે અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ મળીને ભારેખમ પથ્થરો ઉઠાવી દબાયેલા યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા.

Trending :

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post